મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વલસાડ, જામનગર, દ્વારકામાં અતિ ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું રેડ એલર્ટ

ગુજરાતમાં ચોમાસું જામ્યું છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ગત રોજ

વલસાડ, જામનગર, દ્વારકામાં અતિ ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું રેડ એલર્ટ

ગુજરાતમાં ચોમાસું જામ્યું છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ગત રોજ જામનગરના લાલપુરમાં સવારે 8થી10માં અઢી ઈંચ વરસાદ વરસ્યો હતો. સુરતના ઓલપાડ-તાપીના વાલોદમાં બે ઈંચ, દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર-ડાંગના વઘઈમાં દોઢ ઈંચ વરસાદ પડ્યો હતો.

હવામાન વિભાગનું રેડ એલર્ટ

અન્યત્ર જ્યાં એક ઈંચથી વધુ વરસાદ પડ્યો, તેમાં તાપીના વ્યારા, કચ્છના નખત્રાણા, વલસાડ, દેવભૂમિ દ્વારકાના ભાણવડ-ખંભાળિયા, છોટાઉદ્પુરના સંખેડા, વડોદરાના કરજણ, ભરૂચના નેત્રંગ-અંકલેશ્વર, નર્મદાના નાંદોદ, પંચમહાલના હાલોલ, વડોદરાના ડભોઈ, ડાંગ, બોટાદના બરવાળા, સાબરકાંઠાના ખેડબ્રહ્મા, વડોદરાના વાઘોડિયાનો સમાવેશ થાય છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચ દિવસમાં રાજ્યમાં ચોમાસું વધુ જામશે. 

આગામી પાંચ દિવસ આગાહી

25 જૂન: વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, જામનગર, દ્વારકામાં અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ. જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ, દીવમાં ભારેથી અતિભારે વરસાદ માટે યલો એલર્ટ. અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, રાજકોટ, અમરેલી, બોટાદમાં ભારે વરસાદની આગાહી


 26 જૂન: બનાસકાંઠામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. સાબરકાંઠા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, જુનાગઢ, અમરેલી, ગીર-સોમનાથમાં ભારે વરસાદની આગાહી.

તાલુકો જિલ્લો ઈંચમાં
લાલપુર જામનગર 2.50
ઓલપાડ સુરત 2.00
વાલોદ તાપી 2.00
કલ્યાણપુર દ્વારકા 2.00
વઘઈ ડાંગ 1.50
વ્યારા તાપી 1.50
નખત્રાણા કચ્છ 1.25
વલસાડ વલસાડ 1.25
ભાણવડ  દ્વારકા 1.25
સંખેડા છોટા ઉદેપુર 1.20


27 જૂન: પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ.


28 જૂન: નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી.


29 જૂન: ભરૂચ, નવસારી, વલસાડ, દમણ-દાદરાનગર હવેલી 

આ સમાચાર શેર કરો