મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

નસવાડીના કરમડી ગામે ખેડૂતોની હાલત કફોડી, ઉભો કપાસનો પાક કાપી નાખવાની ફરજ પડતાં ખર્ચો માથે પડ્યો

છોટાઉદેપુર જિલ્લામાં ખેતીવાડી વિભાગના અંધેર વહીવટનો નમૂનો સામે આવ્યો છે. નસવાડી તાલુકાના કરમદી ગામે એ

નસવાડીના કરમડી ગામે ખેડૂતોની હાલત કફોડી, ઉભો કપાસનો પાક કાપી નાખવાની ફરજ પડતાં ખર્ચો માથે પડ્યો

છોટાઉદેપુર જિલ્લામાં ખેતીવાડી વિભાગના અંધેર વહીવટનો નમૂનો સામે આવ્યો છે. નસવાડી તાલુકાના કરમદી ગામે એક ખેડૂતે પોતાના ખેતરમાંથી ઊભો કપાસનો પાક કાપી નાખ્યો છે. પશુઓને કપાસના ખેતરમાં છોડી દેવામાં આવ્યા છે. નસવાડી તાલુકામાં ખેતીવાડી વિભાગની ટીમો સર્વે કરવા માટે ખેતરો સુધી પહોંચી જ નથી. જેથી હાલત કફોડી થઈ છે. 

ખેતરમાં પશુઓ છોડી દેવાયા

નસવાડી તાલુકામાં નીચાણવાળા વિસ્તાર વાળા ખેતરો અને કાળી જમીન વાળા ખેતરોમાં ભારે વરસાદના કારણે ખેતરમાં પાણી ભરાઈ રહેતા કપાસના પાકને ભારે નુકશાન થયું છે. જ્યારે કપાસ નિષ્ફળ જતાં ખેડૂતો ઊભો પાક કાપી રહ્યા છે. પશુઓને ખેતરમાં ચરવા માટે છોડી દેવામાં આવ્યા છે.

સર્વે કરાયો નથી

ખેડૂતોના જણાવ્યા મુજબ ભારે વરસાદના કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ જતા ખેતીમાં દવા બિયારણ અને નિંદામણનો ખર્ચ માથે પડયો છે. જ્યારે સરકાર સર્વેની વાતો કરે છે. સહાયની વાતો કરે છે.પરંતુ કરમડી ગામે નીચાણ વાળા ખેતરોમાં સર્વે માટે અધિકારીઓ પહોંચ્યા જ નથી. જેના કારણે ખેડૂતોને સહાય ના મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે.

આ સમાચાર શેર કરો