સુરતની રેસ્ટોરન્ટમાં અનાથ અને વૃદ્ધાશ્રમના વૃદ્ધોને ભોજન કરાવાયું
સુરતના પાલ વિસ્તારમાં તાપી રિવરફ્રન્ટના સુંદર વિહંગમ દૃશ્યો સાથેની રૂફટોપ ર

સુરતના પાલ વિસ્તારમાં તાપી રિવરફ્રન્ટના સુંદર વિહંગમ દૃશ્યો સાથેની રૂફટોપ રેસ્ટોરન્ટમાં અનાથ અને વૃદ્ધાશ્રમના વૃદ્ધોને ભોજન કરાવાયું હતું.
ઓરાનની ટીમ ભોજનમાં લોકોને એકસાથે લાવવા અને પ્રેમ ફેલાવવાની શક્તિ છે. સમાજ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાના ભાગરૂપે, ઓરાને 24મી ડિસેમ્બરના રોજ વેસુમાં વિશ્વ જાગૃતિ મિશન બાલાશ્રમના 70 બાળકોને જમાડ્યા હતા. જ્યારે પીપલોદમાં શ્રી ભારતીમૈયા આનંદધામ (વૃદ્ધાશ્રમ)ના 30 વૃદ્ધોને પણ ભોજન કરાવીને રેસ્ટોરેન્ટ શરૂ કરી હતી. વધુમાં એવા 40 વૃદ્ધોને પણ ભોજન પૂરું પાડવામાં આવ્યું હતું જેઓ રેસ્ટોરન્ટમાં જઈ શકતા ન હતા.
રેસ્ટોરેન્ટના સ્થાપક ઉમેશ પવસીયાએ કહ્યું, "દરેક વ્યક્તિને રેસ્ટોરન્ટમાં પોતાના ગમતા લોકો સાથે ભોજનનો આનંદ લેવાનો હક છે. અમારા આ વિનમ્ર પ્રયાસનો ઉદ્દેશ્ય માત્ર ભોજન કરાવવાનો ન હતો. પરંતુ ઉજવણીના આ સમયમાં બધાને એકસાથે લાવીને તેમની ખુશી વહેંચવાનો હતો. તેમને એ અનુભવ કરાવવાનો હતો કે આપણે બધા એક જ કુટુંબ છીએ. વસુધૈવ કુટુંબકમની ભાવના આ દુનિયાને શીખવનાર દેશના સંતાન છીએ.






