મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Rajkot ફૂડ વિભાગનો સપાટો: 19 સ્થળોએ તપાસ, ઘી-પનીરના નમૂના પરીક્ષણમાં ફેલ

રાજકોટ શહેરના નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે રાજકોટ મહાનગરપાલિકા (RMC) ન

રાજકોટ શહેરના નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે રાજકોટ મહાનગરપાલિકા (RMC) ની ફૂડ શાખાએ લાલ આંખ કરી છે. તાજેતરમાં ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલા ખાદ્ય પદાર્થોના નમૂનાઓના પરીક્ષણ બાદ ચોંકાવનારા અહેવાલો સામે આવ્યા છે, જેમાં શહેરની જાણીતી ડેરીઓના ઘી અને રેસ્ટોરન્ટના પનીરના નમૂના ખાવા લાયક ન હોવાનું સાબિત થયું છે.

કયા નમૂના થયા ફેઈલ?

મ્યુનિસિપલ કોર્પોરેશનના રિપોર્ટ મુજબ શ્રી રામ ડેરી અને બજરંગ ડેરી આ બંને પેઢીઓમાંથી લેવામાં આવેલા ઘી ના નમૂના પરીક્ષણમાં નાપાસ થયા છે. જ્યારે પાયલ પંજાબી અને પંગત રેસ્ટોરન્ટમાંથી લેવાયેલા પનીરના નમૂના પણ આરોગ્ય માટે હાનિકારક અથવા નિમ્ન કક્ષાના હોવાનું બહાર આવ્યું છે.

19 ધંધાર્થીઓને ત્યાં તપાસનો ધમધમાટ

ફૂડ વિભાગની ટીમે સઘન ચેકિંગ હાથ ધરતા શહેરના વિવિધ 19 જેટલા ધંધાર્થીઓને ત્યાં તપાસ કરી હતી. આ કામગીરી દરમિયાન 15 જેટલી ખાદ્ય વસ્તુઓની સ્થળ પર જ ચકાસણી કરવામાં આવી હતી. સતત વધતી જતી ભેળસેળની ફરિયાદોને પગલે તંત્ર દ્વારા આ આકરી કાર્યવાહી કરવામાં આવી છે.

કાયદેસરની કાર્યવાહી

જે ધંધાર્થીઓના નમૂના ફેઈલ થયા છે તેમની સામે મ્યુનિસિપલ કોર્પોરેશને કડક વલણ અપનાવ્યું છે. આ તમામ એકમો વિરુદ્ધ કાયદેસરના કોર્ટ કેસ દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો