Rajkot news: ટ્રેનમાં નિવૃત ASI પર ત્રણ બુકાની ધારી શખ્સોનો હુમલો, રિવોલ્વરની લૂંટ ચલાવીને ફરાર
રાજકોટના પડધરી-ધ્રોલ વચ્ચે ટ્રેનમાં વહેલી સવારે નિવૃત ASI પર જીવલેણ હુમલા સાથે લૂ

રાજકોટના પડધરી-ધ્રોલ વચ્ચે ટ્રેનમાં વહેલી સવારે નિવૃત ASI પર જીવલેણ હુમલા સાથે લૂંટનો બનાવ બન્યો છે.. ક્રાઈમ બ્રાન્ચના નિવૃત એઆસઆઈ ધર્મેન્દ્રસિહં જાડેજા જામનગરથી અમદાવાદની કોર્ટમાં મુદ્દત હોવાથી જઈ રહ્યા હતા..તે સમયે ધ્રોલ-પડધરી વચ્ચે ટ્રેનમાં હિન્દી ભાષામાં બોલતા ત્રણ બુકાનીધારીઓ આવ્યા અને નિવૃત ASI પર હુમલો કર્યો હતો.
RPF દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી
ASIની પાસે રહેલા બે મોબાઈલ અને રિવોલ્વરની લૂંટ ચલાવી હતી..આરોપીઓએ ફાયર સેફ્ટીના બાટલા વડે તેમના પર હુમલો કર્યો હતો, જેના કારણે તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતાં RPF દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે.




