મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: આજથી શરૂ થશે રિવરફ્રન્ટ પર ફ્લાવર શો, મુખ્યમંત્રીના હસ્તે થશે ઉદ્ધાટન

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર દર વર્ષે યોજાનાર ફ્લાવર શો આજથી શરૂ થશે, અને 22 જાન્યુઆરી સુધી ચાલશે. જે ફ્લા

અમદાવાદ: આજથી શરૂ થશે  રિવરફ્રન્ટ પર ફ્લાવર શો, મુખ્યમંત્રીના હસ્તે થશે ઉદ્ધાટન

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર દર વર્ષે યોજાનાર ફ્લાવર શો આજથી શરૂ થશે, અને 22 જાન્યુઆરી સુધી ચાલશે. જે ફ્લાવર શોનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે સવારે 9 વાગ્યે ઉદ્ધાટન કરવામાં આવશે.

 ઓડિયો ગાઈડ આપવામાં આવી 

આ વર્ષે યોજાનારા ફ્લાવર શોમાં ઓડિયો ગાઈડ આપવામાં આવી છે. જેમાં ફ્લાવર શોની મુલાકાત લેવા આવનાર વ્યકિત QR કોડ સ્કેન કરી ફૂલ, સ્કલપચર અને ઝોન વિશેની માહિતી મેળવી શકશે.

આ પણ વાંચો: આણંદ: વૃદ્ધ ફઈ પર સગા ભત્રીજા અને તેના મિત્રે દુષ્કર્મ આચર્યું, મહિલાની હત્યા કરીને ઘરમાં મચાવી લૂંટ

 ગ્લો ગાર્ડન આજથી ખુલ્લો મૂકવામાં આવશે

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર ગ્લો ગાર્ડન આજથી ખુલ્લો મૂકવામાં આવશે. લગભગ ત્રણ કરોડના ખર્ચે બનાવાયેલો આ ગાર્ડન રાત્રે રંગબેરંગી લાઈટ્સથી ઝળહળશે. કાર્ટૂન પાત્રો, જંગલનાં પ્રાણીઓના સ્કલ્પચર અને લાઈટિંગ એલીમેન્ટસને કારણે બાળકો અને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.

4500 સ્ક્વેર મીટર વિસ્તાર ધરાવતા આ ગાર્ડનમાં 54 પ્રકારના લાઈટિંગ આર્ટ છે, જેમ કે વાઘ, જિરાફ, હાથી, ચેરી ટ્રી, લાઈટિંગ ટનલ અને ડાન્સ ફલોર. અહીં સેલ્ફી પોઈન્ટ અને લાઈટિંગ પાથવે પણ 

આ સમાચાર શેર કરો