મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં ધોળા દિવસે જાહેરમાં યુવકની હત્યા, બોલાચાલી થયા બાદ પાંચ ઈસમોએ ઉતાર્યો મોતને ઘાટ

સુરતમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ દિવસે ને દિવસે કથળતી હોય તેમ હત્યાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે શહેરમાં ફરી એક

સુરતમાં ધોળા દિવસે જાહેરમાં યુવકની હત્યા, બોલાચાલી થયા બાદ પાંચ ઈસમોએ ઉતાર્યો મોતને ઘાટ

સુરતમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ દિવસે ને દિવસે કથળતી હોય તેમ હત્યાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે શહેરમાં ફરી એક વખત હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં નાનપુરા ડક્કા ઓવારા ખાતે નજીવી બાબતે યુવકની દિન દહાડે ઘાતકી હત્યા કરવામાં આવી હતી. બનાવને લઈ અઠવા પોલીસે તપાસ શરૂ કરી છે.

શ્રમિકની હત્યા

મજૂરી કામ કરતા યુવાન સાથે નજીવી બાબતની બોલાચાલીમાં ચારથી પાંચ ઈસમોએ આ યુવાન ઉપર ચપ્પુ વડે ઘાતકી હુમલો કર્યો હતો. જેથી તેનું મોત નીપજ્યું હતું. 20 વર્ષીય લીલુ ગઢવી છૂટક મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. યુવકના મોતને લઈને પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

દિન દહાડે હત્યા

સમગ્ર બનાવમાં આ યુવાનને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન ફરજ પરના તબીબોઓ યુવકને મૃત જાહેર કર્યો હતો. દિન દહાડે હત્યાને લઈ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. હાલ સમગ્ર બનાવને પગલે અઠવા પોલીસે હત્યારાઓની શોધખોળ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો