'અમને અયોગ્ય રીતે કરે છે સ્પર્શ', જામનગર પાલિકાના સુપ્રિટેન્ડન્ટ વિરુદ્ધ પાંચ યુવતીઓએ સતામણીનો લગાવ્યો આરોપ
જામનગર મહાનગર પાલિકા વિવાદમાં સપડાઈ છે. જામનગર મહાનગર પાલિકા ઓફિસના સ

જામનગર મહાનગર પાલિકા વિવાદમાં સપડાઈ છે. જામનગર મહાનગર પાલિકા ઓફિસના સુપ્રિટેન્ડન્ટ વિરુદ્ધ જાતીય સતામણીનો આરોપ લાગ્યો છે. મહાપાલિકાના અધિકાર વિરુદ્ધ જાતીય સતામણીનો આરોપ લાગવાથી તંત્રમાં ખળભળાટ મચ્યો છે. આ આરોપ પાંચ યુવતીઓએ લગાવ્યો છે.
ઓફિસ સુપ્રિટેન્ડન્ટ અયોગ્ય રીતે કરે છે સ્પર્શ
મનપાની ICDS શાખાની પાંચ યુવતીઓએ ઓફિસ સુપ્રિડેન્ટેન્ડેન્ટ વિરુદ્ધ જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. યુવતીઓએ ગંભીર આરોપ લગાવ્યો છે કે ઓફિસ સુપ્રિટેન્ડન્ટ તેમને અયોગ્ય રીતે સ્પર્શ કરે છે.
ઉચ્ચ અધિકારીઓએ મામલની ગંભીરતાને ધ્યાને લઇને તાત્કાલિક તપાસ શરૂ કરી
ઉચ્ચ અધિકારીઓએ મામલની ગંભીરતાને ધ્યાને લઇને તાત્કાલિક તપાસ શરૂ કરી છે. પીડિત મહિલાઓ અને અન્યના નિવેદનો લેવાની કાર્યવાહી શરૂ કરી છે.






