મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

દ્વારકામાંથી શંકાસ્પદ રીતે વર્તન કરતી પાંચ બાંગ્લાદેશી મહિલાઓ ઝડપાઈ

દ્વારકા જીલ્લામાં પોલીસ દ્વારા એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે જેમાં દેવભૂમિ દ્વા

દ્વારકામાંથી શંકાસ્પદ રીતે વર્તન કરતી પાંચ બાંગ્લાદેશી મહિલાઓ ઝડપાઈ

દ્વારકા જીલ્લામાં પોલીસ દ્વારા એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોલીસ દ્વારા 5 બાંગ્લાદેશી મહિલાને પકડી પાડવામાં આવી છે. દ્વારકાના રૂક્ષ્મણી મંદિર પાછળના વિસ્તારમાંથી શંકાસ્પદ રીતે વાતચીત કરતી તેમજ ચેહરા છુપાવી ફરતી પાંચ મહિલાઓની પૂછપરછ કરાતા સમગ્ર મામલો સામે આવ્યો છે. એક તરફ ભારતના નાગરિકો ગેરકાયદેસર રીતે અમેરિકા જાય છે અને અમેરિકાથી સરકાર દ્વારા તેમની હકાલપટ્ટી થાય છે ત્યારે બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાંથી અનેક લોકો ગેરકાયદેસર રીતે ભારતમાં આવે છે. 

એજન્ટને રુ. 25,000 ચૂકવી સમુદ્રના માર્ગે ભારતમાં પ્રવેશી હતી

દ્વારકા એસોજી દ્વારા ઝડપવામાં આવેલ પાંચ મહિલાઓ પાસે બાંગ્લાદેશી આઇકાર્ડ તેમજ મોબાઈલ નંબર મળી આવ્યા હતા. આ મહિલાઓ બાંગ્લાદેશી એજન્ટને રૂપિયા 25,000 ચૂકવી અને સમુદ્રના માર્ગે ભારતમાં પ્રવેશી હોવાનું સામે આવ્યું છે. ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશેલી 5 બાંગ્લાદેશી મહિલાને પોલીસે પકડી પાડી છે. મહિલાઓ ક્યાંથી અને કેવી રીતે ભારતમાં પ્રવેશી તે અંગે પોલીસે તપાસ શરૂ કરવામાં આવી છે. તેમજ આ મહિલાઓના સંપર્કો અને નેટવર્કની તપાસ પણ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે.

પકડાયેલ 5 બાંગ્લાદેશી મહિલાઓની વિગતો નીચે પ્રમાણે છે :-

(૧) 35 વર્ષીય રૂબી ડો.ઓફ પોનુખા સોનુખા મુસ્લીમ

(૨) 26 વર્ષીય સાદીયા ઉર્ફે શીતલબેન ડો.ઓફ શુકુર ઈશાકભાઈ શેખ

(૩) 35 વર્ષીય સુમી ઉર્ફે રીયા ડો.ઓફ રોબી કાદરભાઈ શેખ

(૪) 33 વર્ષીય ખાલીદા ઉર્ફે નઝમાબેબી ડો.ઓફ મહંમદઅલી રજબઅલી

(૫) 35 વર્ષીય રૂબી ડો.ઓફ રોબી કાદરભાઈ શેખ

આ સમાચાર શેર કરો