અમદાવાદમાં ગેરકાયદેસર રહેતા 51 બાંગ્લાદેશીઓ વિરૂદ્ધ કાર્યવાહી, 15 લોકોને ડિપોર્ટ કરાયા
અમદાવાદમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓ સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમદાવાદમાં ગેરકાયદેસર રહે

અમદાવાદમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓ સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમદાવાદમાં ગેરકાયદેસર રહેતા 50થી વધુ બાંગ્લાદેશીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. 15 લોકોને બાંગ્લાદેશ ડિપોર્ટ કરવામાં આવ્યા છે.
અમદાવાદમાં બાંગ્લાદેશીઓ વિરૂદ્ધ કાર્યવાહી
શહેરના ચંડોળા તળાવની આસપાસ ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓ વિરૂદ્ધ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.51 બાંગ્લાદેશીઓ વિરૂદ્ધ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. 15 બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરાયા છે જ્યારે અન્ય લોકોને પરત મોકલવાની કાર્યવાહી ચાલુ છે.
તાજેતરમાં બોગસ પાસપોર્ટ અને હ્યુમન ટ્રાફિકિંગમાં સંડોવાયેલા હતા. 3 અલગ અલગ ગુના નોંધીને અમદાવાદ પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.








