છોટાઉદેપુરમાં નગરપાલિકા ચૂંટણી પહેલા ભાજપના પાંચ સક્રિય કાર્યકર્તા સસ્પેન્ડ
સ્થાનિક સ્વરાજ્ચની ચૂંટણીને લઈને ભાજપમાં ભંગાણ યથાવત જોવા મળી રહ્યો છે. છોટાઉદેપુર નગરપાલિકાન

સ્થાનિક સ્વરાજ્ચની ચૂંટણીને લઈને ભાજપમાં ભંગાણ યથાવત જોવા મળી રહ્યો છે. છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણી પહેલા ભાજપે મોટી કાર્યવાહી કરી છે. નગરપાલિકા ચૂંટણી પહેલા પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ પાંચ જેટલા સક્રિય કાર્યકરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. છોટાઉદેપુર જિલ્લાના ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવાએ આ મામલે મોટી કાર્યવાહી કરી છે જેમાં શહેરમાં ભાજપના પાંચ સક્રિય સભ્યોને સસ્પેન્ડ કર્યા છે.
આ પણ વાંચો : અમરેલી ભાજપના નેતા ડો ભરત કાનાબારે મોદીજીને ટેગ કરી કર્યું ટ્વીટ, છેડી ચૂંટણીલક્ષી વાત
૧. ઈર્શાદભાઈ હુસેનભાઈ ખાલપા-મંડલ લઘુમતી મોરચા પ્રમુખ
૨. રમજાની ફારૂકભાઈ ફોદા
૩. શર્મિષ્ઠાબેન રાજુભાઈ તડવી
૪. મયુરભાઈ રમેશભાઈ ચૌહાણ
૫. શીલ્પાબેન જગદીશભાઈ દેસાઈ








