મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સ્કૂલ ખુલ્યાના પહેલાં જ દિવસે RTOએ ધોકો પછાડ્યો, નિયમોનો ભંગ કરનાર વાહનચાલકોને ફટકાર્યા દંડ

ઉનાળું વેકેશન પૂર્ણ થવાની સાથે જ આજથી નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ છે. ત્યારે રાજકોટની દુર્ઘટના બાદ તંત્ર દ

સ્કૂલ ખુલ્યાના પહેલાં જ દિવસે RTOએ ધોકો પછાડ્યો, નિયમોનો ભંગ કરનાર વાહનચાલકોને ફટકાર્યા દંડ

ઉનાળું વેકેશન પૂર્ણ થવાની સાથે જ આજથી નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ છે. ત્યારે રાજકોટની દુર્ઘટના બાદ તંત્ર દ્વારા કાર્યવાહી થઈ રહી છે. ત્યારે આરટીઓએ પણ ધોકો પછાડવામાં બાકી નથી રાખ્યું. આજે પહેલાં જ દિવસે અલગ અલગ ટીમો બનાવીને કાર્યવાહી કરી હતી. જેમાં નિયમો વિરુદ્ધ વિદ્યાર્થીઓને બેસાડનારા સ્કૂલ વર્ધીવાળાને સ્થળ પર દંડ ફટકારવાની સાથે સાથે મેમો આપ્યાં હતાં.

ટ્રાફિક પોલીસની કાર્યવાહી

ક્ષમતા કરતા વધુ બાળકોને સ્કૂલવેનમાં ભરતા ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. સુરત આરટીઓ વિભાગની ટીમ મેદાને ઉતરી હતી. કડક આદેશ છતાં કેટલાક સ્કૂલવેનના ચાલકો ક્ષમતા કરતા વધુ વિદ્યાર્થીઓને બેસાડ્યા હતાં. વિદ્યાર્થીઓને ઘેટાં-બકરાની જેમ સ્કૂલવેનમાં ભરી લઈ જતા સ્કૂલવેન ચાલકો આરટીઓ અને ટ્રાફિક પોલીસની કાર્યવાહી કરવામાં આવી હતી. આરટીઓ વિભાગ દ્વારા સ્કૂલવેન ના ચાલકોને મેમો ફટકારવામાં આવ્યા હતાં.

આરટીઓની લાલ આંખ

સવારથી આરટીઓ વિભાગ દ્વારા સ્કૂલવેન ચાલકો સામે લાલ આંખ કરવામાં આવી હતી. વેનમાં ફાયર સેફ્ટી, આરટીઓ મુજબના નિયમો છે કે નહીં તે તમામ બાબતની તપાસ ટીમ મેદાને ઉતરી હતી. નિયમનો ભંગ કરનાર વેનચાલકો સામે દંડ્યાત્મક કાર્યવાહી કરી હતી. આરટીઓ ઈન્સ્પેક્ટર પટેલએ કહ્યું કે, 80 ટકા જેટલા વાહનો નિયમો ફોલો કરતાં જોવા મળ્યાં હતાં. બાકીના સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહી રોજે રોજ કરવામાં આવે છે. સાથે જ શાળા સંચાલકોને મળીને જાગૃતતા લાવવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો