મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતના સીટીલાઇટ વિસ્તારમાં આગ, મસાજ પાર્લરમાં કામ કરતી બે યુવતીઓના મોત

સુરત: સીટીલાઇટ વિસ્તારમાં આગ લાગી હતી. આ આગમાં મસાજ પાર્લરમાં કામ કરતી બે યુવતીઓન

સુરતના સીટીલાઇટ વિસ્તારમાં આગ, મસાજ પાર્લરમાં કામ કરતી બે યુવતીઓના મોત

સુરત: સીટીલાઇટ વિસ્તારમાં આગ લાગી હતી. આ આગમાં મસાજ પાર્લરમાં કામ કરતી બે યુવતીઓના મોત થયા છે.

સીટીલાઇટ વિસ્તારમાં આવેલ સનસિટી જિમ અને મસાજ પાર્લરમાં આગ લાગતા મસાજ પાર્લરમાં કામ કરતી બે યુવતીઓના મોત થયા છે. આગ પર કાબુ મેળવવા 4 ફાયર સ્ટેશનની ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરનો કાફલો કલાકથી વધુ સમયથી ફાયર કાફલો આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. 108 સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે હાજર છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના કાર્યાલયની સામે આવેલ કોમ્પલેક્સમાં આગની ઘટના બનાવ પામી છે.

કોમ્પલેક્સને અનેકવાર અપાઈ હતી નોટિસ

આ કોમ્પલેક્સને અગાઉ પાંચ વખત ફાયર NOC માટે નોટિસ અપાઈ ચૂકી છે. જીમમાં ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ હતો, જે અંગે પણ જીમ સંચાલકને નોટિસ ફટકારાઈ હતી.  જણાવી દઈએ કે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના કાર્યાલયની સામે આવેલા કોમ્પલેક્સમાં આગ લાગી હતી.

'શોર્ટ સર્કિટના કારણે લાગી હતી આગ'

સુરત શહેરના મેયર દક્ષેશ માવાણી પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી. આ કોમ્પલેક્ષને ફાયર NOC માટે નોટિસ પણ આપી હતી.

જીમમાંથી સ્પામાં જવાનો રસ્તો હતો

મળતી માહિતી અનુસાર, જીમમાંથી સ્પામાં જવાનો રસ્તો હતો અને આ સ્પા ગેરકાયદેસર ચલાવવામાં આવી રહ્યું હતું.

આ સમાચાર શેર કરો