અંકલેશ્વરના કોમ્પ્લેક્ષમાં આગ લાગતા મચી અફડાતફડી, 5 દુકાનો જ્વાળામાં બળીને ખાક
અંકલેશ્વરના ગડખોલ પાટિયા નજીક સહજાનંદ કોમ્પલેક્ષમાં મધ્યરાત્રીએ આગની ઘટના બની હતી. જેથી દોડધામ મચી જવા પામી હતી. ચારથી

અંકલેશ્વરના ગડખોલ પાટિયા નજીક સહજાનંદ કોમ્પલેક્ષમાં મધ્યરાત્રીએ આગની ઘટના બની હતી. જેથી દોડધામ મચી જવા પામી હતી. ચારથી પાંચ દુકાનોમાં આગ ફાટી નીકળી હતી. પાંચ જેટલા ફાયર ટેન્ડરો સાથે ફાયટરો દોડી આવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જો કે દુકાનોના શટરો જેસીબી મશીન વડે તોડી આગ કાબુમાં લેવાની ફરજ પડી હતી. આ બનાવમાં દુકાનદારોને મોટું નુકશાન થવા પામ્યું હતું.
આગે વિકરાળ રૂપ લીધું
અંકલેશ્વરમાં ફરી એક વાર આગનો બનાવ બનતા દોડધામ મચી જવા પામી છે. અંકલેશ્વરના ગડખોલ પાટિયા વિસ્તારમાં આવેલા સહજાનંદ કોમ્પલેક્ષમાં મોડી રાત્રિના સમયે અચાનક જ ભીષણ આગ ફાટી નીકળી હતી. એક દુકાનમાં ફાટી નીકળેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અન્ય ત્રણથી ચાર જેટલી દુકાનો પણ આગની ચપેટમાં આવી ગઈ હતી.
જાનહાનિ નહીં
આગ અંગેની જાણ કરવામાં આવતા જ અંકલેશ્વર નગર સેવા સદન તેમજ ડીપીએમસીના ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા.આ તરફ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગ કયા કારણોસર લાગી તે હજી સુધી જાણવા મળી શક્યું નથી.આ તરફ મોડી રાત્રે લાગેલી આગના પગલે કોઈ જાનહાની ન થતાં સૌ એ રાહતનો શ્વાસ લીધો હતો.








