મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વડોદરા : ગુજરાત રિફાઇનરીમાં 12 કલાક બાદ આગ ઓલવાઈ, બેના મોત, પરિવારજનોએ મૃતદેહનો કર્યો અસ્વીકાર

VADODARA FIRE : વડોદરાના કોયલીમાં આવેલી IOCLની ગુજરાત રિફાઇનરીમાં લાગેલી ભયાનક આગ પર 12 કલાક

વડોદરા : ગુજરાત રિફાઇનરીમાં 12 કલાક બાદ આગ ઓલવાઈ, બેના મોત, પરિવારજનોએ મૃતદેહનો કર્યો અસ્વીકાર

VADODARA FIRE : વડોદરાના  કોયલીમાં આવેલી IOCLની ગુજરાત રિફાઇનરીમાં લાગેલી ભયાનક આગ પર 12 કલાક બાદ કાબુ મેળવાયો છે. આગની આ દુર્ઘટનામાં બે કર્મચારીના મોત થયા છે. મૃતકના પરિજનોએ યોગ્ય વળતરની માંગ સાથે મૃતદેહનો અસ્વીકાર કર્યો છે. 

એક કોન્ટ્રાકટ કર્મચારી, એક શ્રમિકનું મોત

રિફાઇનરીમાં કામ કરતો કોન્ટ્રાક્ટ કર્મચારી ધીમંત મકવાણા ટેન્ક પર સેમ્પલ લેવા ગયો અને બ્લાસ્ટ થયો અને ગંભીર રીતે દાજી જતાં કરૂણ મોત થયું હતું. જ્યારે બીજી ટેન્કના બ્લાસ્ટમાં શ્રમિક શૈલેષ મકવાણાઅને પ્લાન્ટ ઓફિસર ચંદ્રેશ્વર પ્રસાદ પણ દાઝ્યા હતા, જેમાં શૈલેષ મકવાણાનું સારવારનું મોત થયું હતું.  અઢી લાખ લીટર  બેન્ઝીન કેમિકલની ટેન્કમાં પ્રથમ આગ લાગી હતી, જેમાં ધીમંત મકવાણાનું મોત થયું હતું.

આ આગ એટલી ભયંકર હતી કે આગને ઓલવવા માટે ભરૂચ અંકલેશ્વર, આણંદ સહિતના જિલ્લાઓમાંથી ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. 

ફાયર બ્રિગેડ દ્વારા અઢી લાખ લીટરથી વધુ ફોમનો મારો ચલાવવામાં આવ્યો

વડોદરા ફાયર બ્રિગેડના ઇન્ચાર્જ ફાયર ઓફિસરે કહ્યું હતું કે, આગ ખૂબ જ વિકરાળ હતી. બાજુની ટેન્ક પણ આગની લપેટમાં આવી ગયા બાદ અન્ય ટેન્કો બચાવી લેવા માટે પાણી અને ફોર્મનો સતત મારો ચલાવી દીવાલ ઊભી કરવામાં આવી હતી. જેનું ધાર્યું પરિણામ મળ્યું હતું અને મધરાતે 1 વાગ્યા પછી આગ કાબુમાં આવવા માંડી હતી. 

આ આગને ઓલવવા માટે ભરૂચ અંકલેશ્વર, આણંદ સહિતના જિલ્લાઓમાંથી ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.  આગ કાબુમાં લેવા માટે ફાયર બ્રિગેડ દ્વારા અઢી લાખ લીટરથી વધુ ફોમનો મારો ચલાવવામાં આવ્યો હતો. આ દરમિયાન ફાયર ઓફિસર અનિરુદ્ધસિંહ ઝાલા તરફ એક મોટી ફ્લેમ આવી હતી અને તેઓ દાઝ્યા હતા. જોકે પ્રાથમિક સારવાર લીધા બાદ તેઓ ફરીથી આગ કાબુમાં લેવાની કામગીરીમાં જોડાયા હતા.

આ સમાચાર શેર કરો