મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

BOTAD : રાધિકા ગૌશાળામાં 40થી વધુ પશુઓના મોત મામલે મહંત મીથીલાનંદ બાપુ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

Botad News : બોટાદના સાલૈયા ગામ પાસે આવેલ ભુતડાદાદાના ડુંગર પર રાધિકા ગૌશાળામાં&nbs

BOTAD : રાધિકા ગૌશાળામાં 40થી વધુ પશુઓના મોત મામલે મહંત મીથીલાનંદ બાપુ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

Botad News :  બોટાદના સાલૈયા ગામ પાસે આવેલ ભુતડાદાદાના ડુંગર પર રાધિકા ગૌશાળામાં  અનેક પશુઓના મોત મામલે રાધિકા ગૌશાળા ટ્રસ્ટના મહંત મીથીલાનંદ બાપુ ગુરૂ ભાસ્કરાનંદ બાપુ વિરુદ્ધ  પોલીસ ફરીયાદ નોંધાઈ છે.  

ગઢડા તાલુકાના ઢસા ગામના શૈલેન્દ્રસિહ નટવરસિહ ઝાલાએ બોટાદ પોલીસમાં મીથીલાનંદ બાપુ વિરુદ્ધ આ પોલીસ ફરિયાદ નોંધાવી છે. બોટાદ પોલીસે રાધિકા ગૌશાળાના મહંત મીથીલાનંદ બાપુ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

ગત તારીખ 29 ઓગષ્ટે રાધિકા ગૌશાળામાં 40 થી 45 પશુઓના મોત થયા હતા. રાધિકા ગૌશાળામાં 500થી 600 પશુઓને રાખવામાં આવ્યા હતા. ગૌશાળા દ્વારા પશુઓને ઘાસચારો તેમજ પાણી ન  આપી એક જ વાડામાં બાંધી રાખેલ હોવાથી મોત નિપજ્યા હોવાનું   પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું હતું. ક્રૂરતાપૂર્વક તમામ પશુઓને બાંધી રાખવાના કારણે 40થી 45 પશુઓના મોત થયા હતા. 

આ સમાચાર શેર કરો