મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

IPL 2025: જાણો અમદાવાદની મેચો માટે ઓફલાઇન ટિકિટો ક્યાંથી મળશે, ફેન્સ માટે સરપ્રાઈઝ

IPL 2025 માં ગુજરાત ટાઈટન્સની ટીમે પોતાની ચોથી સીઝનમાં બીજી વખત ટાઇટલ જીતવાની તૈયારી શરૂ કરી દીધ

IPL 2025: જાણો અમદાવાદની મેચો માટે ઓફલાઇન ટિકિટો ક્યાંથી મળશે,  ફેન્સ માટે સરપ્રાઈઝ

IPL 2025 માં ગુજરાત ટાઈટન્સની ટીમે પોતાની ચોથી સીઝનમાં બીજી વખત ટાઇટલ જીતવાની તૈયારી શરૂ કરી દીધી છે. ક્રિકેટ ફેન્સે પણ આ વખતે પોતાની મનગમતી ટીમને ચીયર કરવા માટે અલગ અલગ તૈયારીઓ કરી લીધી છે. અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં રમાનાર તમામ મેચો માટે ઓફલાઇન ટિકિટોનું વેચાણ શરુ થઈ ગયું છે. 

ગુજરાત ટાઇટન્સની ટીમે અમદાવાદમાં IPL 2025ની સિઝન માટેની પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં ટીમના ચીફ ઓપરેટિંગ ઓફિસર (COO) અરવિંદર સિંહ, હેડ કોચ આશીષ નેહરા, આસિસ્ટન્ટ કોચ પાર્થિવ પટેલ, ક્રિકેટ ડિરેક્ટર વિક્રમ સોલંકી અને કેપ્ટન શુભમન ગિલે ટીમની તૈયારી અંગે વાતચીત કરી હતી. 

ગુજરાત ટાઈટન્સના ફેન્સ માટે સરપ્રાઈઝ

ગુજરાત ટાઈટન્સની ટીમે આ વખતે પોકીમોન સાથે ટાઇઅપ કર્યું છે એટલે આ વખતે અમદાવાદમાં ગુજરાત ટાઈટન્સના ફેનપાર્કમાં પોકીમોન પણ જોવા મળશે. કાર્ટૂન અને ક્રિકેટ ફેન્સ માટે અહીં જોરદાર ક્રોસઓવર જોવા મળશે. 

અમદાવાદ:

  1. નરેન્દ્ર મોડી સ્ટેડિયમ બોક્સ ઓફિસ (ગેટ 1) – 15 માર્ચથી (11 AM - 6 PM)
  2. પ્રહલાદનગર, સી.જી. રોડ, બોડકદેવ, મણિનગર (11 AM - 4 PM)
  3. નારણપુરા, એસજી હાઈવે, નરોડા

ગાંધીનગર

  1. એક્વિટાસ બેંક, ધમેડા (17 માર્ચથી, 11 AM - 4 PM)
  2. પાટનગર કેફે (15 માર્ચથી, 12 PM - 7 PM)

વડોદરા:

  1. ડગાઉટ કેફે (ફતેગંજ) – 17 માર્ચ
  2. એક્વિટાસ બેંક આઉટલેટ – માંજલપુર, પાદરા (11 AM - 4 PM)

રાજકોટ

  1. હોટ એન્ડ ક્રસ્ટી કેફે (નાના મવા) – (17 માર્ચ, 11 AM - 6 PM)
  2. કોફી કિંગ (અદાજણ ગામ) – (17 માર્ચ, 11 AM - 6 PM)
  3. એક્વિટાસ બેંક, કુભરિયા રોડ – (17 માર્ચ, 11 AM - 4 PM)

સ્ટેડિયમ બોક્સ ઓફિસ મેચના દિવસે કાર્યરત નહીં રહે

GTની પ્રથમ મેચ ક્યારે?

GT ની ટીમ પોતાની પ્રથમ મેચ પંજાબ કિંગ્સ સામે 25 માર્ચે રમશે. 

ટીમ કેવી હશે?

શુભમન ગિલ, જોસ બટલર, સાઈ સુદર્શન, ગ્લેન ફિલિપ્સ, વોશિંગ્ટન સુંદર, રાહુલ તેવટિયા, શાહરૂખ ખાન, રાશિદ ખાન, સાઈ કિશોર, કાગીસો રબાડા, મોહમ્મદ સિરાજ (ઇમ્પેક્ટ પ્લેયર - પ્રસિધ કૃષ્ણ)

આ સમાચાર શેર કરો