નવસારીના પીપલગભણ ગામે તાર ફેન્સિંગ મુદ્દે ઝઘડો, ઉશ્કેરાઈ ગયેલા ખેડૂતે બીજાને માર્યો માર
હાલ ઉનાળાની સિઝન ચાલી રહી છે. ત્યારે નવસારી જિલ્લાના પીપલગભણ ગામમાં ખેડૂતો વચ્ચે બબાલ સર્જાઈ હતી. ખેતરની હદ

હાલ ઉનાળાની સિઝન ચાલી રહી છે. ત્યારે નવસારી જિલ્લાના પીપલગભણ ગામમાં ખેડૂતો વચ્ચે બબાલ સર્જાઈ હતી. ખેતરની હદમાં તાર ફેન્સિંગના મુદ્દે બે ખેડૂતો વચ્ચેનો વિવાદ મારા મારી સુધી પહોંચી ગયો હતો. પીપલગભણ ગામના હર્ષદ આહીરે આમધરા ગામના સંદીપ પટેલ વિરુદ્ધ ચીખલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
બીજાની જમીનમાં લગાવ્યા તાર
પોલીસ સ્ટેશને નોંધાયેલી ફરિયાદ મુજબ સંદીપ પટેલે હર્ષદ આહીરના ખેતરની હદમાં તાર ફેન્સિંગ લગાવ્યા હતા. જેથી હર્ષદે આ અંગે પૂછપરછ કરી હતી. પૂછપરછથી સંદીપ એકાએક ઉશ્કેરાઈ ગયો હતો. તેણે હર્ષદને ફેન્સિંગ પર ધક્કો મારી નીચે પાડી દીધો હતો. આ દરમિયાન હર્ષદના ડાબા હાથ અને આંગળીઓમાં ઈજા થઈ હતી.
મારી નાખવાની આપી ધમકી
હર્ષદના હુમલાથી ઉશ્કેરાઈને સંદીપે હર્ષદને ઢીકા-મુક્કીનો માર મારીને ધમકી આપી હતી.ફરીથી તાર-ખૂટા વિશે કંઈ પણ કહ્યું તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપવામાં આવી હતી. આ ઘટના બાદ હર્ષદે ચીખલી પોલીસ મથકમાં સંદીપ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.








