મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

કપડવંજના ભુંગળિયા ગામમાં એક જ કોમના લોકો વચ્ચે મારામારી, ચાર ઘાયલ

ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાં આવેલા ભુંગળિયા ગામે એક જ કોમના લો

કપડવંજના ભુંગળિયા ગામમાં એક જ કોમના લોકો વચ્ચે મારામારી, ચાર ઘાયલ

ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાં આવેલા ભુંગળિયા ગામે એક જ કોમના લોકો વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. આ મારામારીમાં કુલ ચાર લોકો ઈજાગ્રસ્ત થ યાનું સામે આવ્યું છે. ઈજાગ્રસ્તોને 108થી કપડવંજની સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જો કે, મારામારીની ઘટનાની જાણ થતા કપડવંજ પોલીસ મથકના પોલીસ જવાનો ઘટનાસ્થળે દોડી જઈને સ્થિતિ થાળે પાડી હતી. તેમજ ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે ખસેડયા હતા.

મળતી માહિતી અનુસાર, ખેડા જિલ્લામાં આવેલા ભુંગળિયા ગામમાં જૂની અદાવતમાં એક જ કોમના લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ વાત મારામારી ઉપર ઉતરી આવી હતી. જેથી આ મારામારીમાં ચાર લોકોને ઈજાઓ થઈ હતી. બનાવને પગલે ટોળાં એકઠા થતા

સમગ્ર મામલાની પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી કપડવંજ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવી મારામારીમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને તાબડતોબ 108 મારફતે સારવાર માટે કપડવંજ શહેરમાં ખસેડવામાં આવ્યા હતા. તમામ ઈજાગ્રસ્તોને કપડવંજની સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર આપવામાં આવી હતી. પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 

આ સમાચાર શેર કરો