મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ધોરાજીમાં જૂની અદાવતમાં જાહેરમાં બે જૂથ વચ્ચે મારામારી, 5 લોકો ઈજાગ્રસ્ત

રાજકોટ જિલ્લામાં આવેલા ધોરાજી શહેરમાં જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે મારામારી સર્જા

ધોરાજીમાં જૂની અદાવતમાં જાહેરમાં બે જૂથ વચ્ચે મારામારી, 5 લોકો ઈજાગ્રસ્ત

રાજકોટ જિલ્લામાં આવેલા ધોરાજી શહેરમાં જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે મારામારી સર્જાઈ હતી. જો કે આ ઘર્ષણમાં પાંચ લોકોને ઈજાઓ થવા પામી હતી. ધોરાજીમાં છેલ્લા ઘણા સમયથી પોલીસને તત્વો પડકાર ફેંકતા કાયદો અને વ્યવસ્થા કથળી હોવાનું સામે આવ્યું છે. 

એકતરફ રાજ્યમાં પોલીસ વડાના આદેશ બાદ અસમાજિક તત્વોના ગેરકાયદે બાંધકામોને જમીનદોસ્ત કરવાનું અભિયાન પૂરજોશમાં છે ત્યારે ધોરાજી શહેરમાં નાગણીશાહ તકિયા વિસ્તારમાં જૂની અદાવત અને સામાન્ય વાતમાં બે જૂથ વચ્ચે મારામારી સર્જાઈ હતી. બે જૂથ વચ્ચે મારામારીનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જાહેરમાં ઘાતક હથિયારો સાથે મારામારી થતા બંને પક્ષે પાંચ જેટલા લોકોને ઈજાઓ થઈ હતી. જેથી તમામને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે સરકારી હોસ્પિટલ પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. 

આ સમાચાર શેર કરો