મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાધનપુરમાં સ્થાનિક મહિલાાઓનો ફાટી નીકળ્યો રોષ, પાયાની સુવિધા ન મળતા કચેરીમાં ઉગ્ર પ્રદર્શન

ગુજરાતના પાટણમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં પાટણના રાધનપુર નગરપાલિકાના વોર્ડ નંબર 7માં પાયાની

તસવીર: GSTV

ગુજરાતના પાટણમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં પાટણના રાધનપુર નગરપાલિકાના વોર્ડ નંબર 7માં પાયાની સુવિધાઓના અભાવે જનતાનો રોષ ફાટી નીકળ્યો છે.

મહિલાઓએ નગરપાલિકા કચેરીએ પહોંચી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું

આજે મોટી સંખ્યામાં મહિલાઓએ નગરપાલિકા કચેરીએ પહોંચી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. મહિલાઓએ આક્ષેપ કર્યો છે કે, 15 દિવસે એકવાર માત્ર ગંદું અને દુર્ગંધયુક્ત પાણી આપવામાં આવે છે.

સ્થાનિકો નરકાગાર જેવી સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા

આ ઉપરાંત ઉભરાતી ગટરો, બિસ્માર રસ્તા અને બંધ સ્ટ્રીટ લાઈટોને કારણે સ્થાનિકો નરકાગાર જેવી સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે.જ્યારે મહિલાઓ રજૂઆત કરવા પહોંચી ત્યારે ચીફ ઓફિસર કે પ્રમુખ ચેમ્બરમાં હાજર નહોતા. અધિકારીઓની ગેરહાજરીથી રોષે ભરાયેલી મહિલાઓએ સૂત્રોચ્ચાર કરી આખી પાલિકા ગજવી મૂકી હતી

આ સમાચાર શેર કરો