મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: પાટણમાં પશુપાલકોની દાદાગીરી, પાલિકાની ટીમને ગાળો આપીને ગાયો જાહેર રસ્તા પર છોડી દીધી

ગુજરાતના પાટણમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં પાટણ શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ ડામ

તસવીર: gstv

ગુજરાતના પાટણમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં પાટણ શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ ડામવા ગયેલી નગરપાલિકાની ટીમ પર પશુપાલકોએ દબંગગીરી કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પારેવા સર્કલ પાસે નગરપાલિકા દ્વારા પકડાયેલી 15 થી વધુ ગાયોને ઢોર ડબ્બામાં પૂરવામાં આવી હતી.

પશુપાલકોએ ત્યાં પહોંચી ભારે હંગામો મચાવ્યો

પરંતુ પશુપાલકોએ ત્યાં પહોંચી ભારે હંગામો મચાવ્યો હતો..જોહુકમી પર ઉતરેલા પશુપાલકોએ નગરપાલિકાના કર્મચારીઓને જાહેરમાં બીભત્સ ગાળો આપી હતી અને બળજબરીપૂર્વક ગાયોને છોડાવી ગયા હતા. પશુપાલકો દ્વારા ગાયોને છૂટી મૂકી દેતા રોડ પર એકાએક અફરાતફરી મચી ગઈ હતી અને વાહનચાલકોના જીવ જોખમમાં મુકાયા હતા.

આ સમાચાર શેર કરો