સુરતની મહિલા ડોક્ટરને બદનામ કરવા પ્રયાસ, સોશિયલ મીડિયામાં સ્ક્રિનશોટના ફોટોથી બનાવી ફેક આઈડી
સોશિયલ મીડિયાના યુગમાં બદનામી પણ સોશિયલ મીડિયાથી કરવામાં આવે છે. ત્યારે સુરતની ખાનગી હો

સોશિયલ મીડિયાના યુગમાં બદનામી પણ સોશિયલ મીડિયાથી કરવામાં આવે છે. ત્યારે સુરતની ખાનગી હોસ્પિટલમાં અગાઉ ડોક્ટર તરીકે ફરજ બજાવતી મહિલાના ફોટા અને નામનો ઉપયોગ કરીને કોઈ અજાણ્યા શખસે ફેક આઈડી બનાવીને સોશિયલ મીડિયા પર બનાવી હતી. જેની જાણ થતાં મહિલાએ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ઈન્સ્ટાગ્રામમાં બનાવી આઈડી
કોઈ અજાણ્યા શખસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર ડોક્ટરના નામથી ફેક આઈડી બનાવી હતી. આ ફેક આઈડી પર ડોક્ટરના ઓરિજનલ આઈડીમાંથી ફોટાઓ ડાઉનલોડ અથવા સ્ક્રીનશોટ લઈને અપલોડ કરવામાં આવ્યા હતા. આ પ્રકારના કૃત્ય દ્વારા ડોક્ટરને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
સોશિયલ મીડિયા પર આ પ્રકારના કિસ્સા વધ્યા
પોલીસે કહ્યું કે, આ પ્રકારના કિસ્સાઓમાં આરોપીની ઓળખ માટે ડિજિટલ પુરાવાઓનું વિશ્લેષણ કરવામાં આવે છે. સોશિયલ મીડિયા પર ફેક આઈડી બનાવીને બદનક્ષી કરવાનો આ પ્રકારનો ગુનો છેલ્લા કેટલાક વર્ષોમાં વધી રહ્યો છે. સુરતમાં આવી ઘણી ફરિયાદો નોંધાઈ છે, જેમાં વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવનને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ થાય છે.આ મામલે સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા આરોપીની ઓળખ માટે પ્રયત્નો ચાલી રહ્યા છે.








