મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ભાવનગરમાં શાળા સંચાલકોની બેદરકારીથી વિદ્યાર્થી પર જીવલેણ હુમલાની ઘટના

Bhavnagar News : ભાવનગર શહેરમાં શાળા સંચાલકોની બેદરકારીથી વિદ્યાર્થી પર જીવલેણ હુમલાની ઘટના ઘટી છે. હુમલાખોરન

ભાવનગરમાં શાળા સંચાલકોની બેદરકારીથી વિદ્યાર્થી પર જીવલેણ હુમલાની ઘટના

Bhavnagar News : ભાવનગર શહેરમાં શાળા સંચાલકોની બેદરકારીથી વિદ્યાર્થી પર જીવલેણ હુમલાની ઘટના ઘટી છે. હુમલાખોરની ઓળખ અને તપાસ કર્યા વગર શાળા સંચાલકોએ અજાણ્યા શખ્સને વિદ્યાર્થીને મળવા દીધો અને તે શખ્સે વિદ્યાર્થી પર હુમલો કરી દીધો. 

વિદ્યાર્થીના વાલી હોવાની ઓળખ આપી ઇન્સ્ટિટયૂટમાં ઘુસ્યો શખ્સ

મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરના રોડ પર આવેલી ઓજ ઇન્સ્ટિટયૂટ ઓફ સાયન્સમાં કાર્તિક મનસુખભાઈ નાગોતરા નામનો વિદ્યાર્થી RE-NEETનો અભ્યાસ કરતો હતો. આ દરમિયાન આજે ચાલુ શાળાએ કોઈ એક ઈસમ આવ્યો હતો અને પોતે વિદ્યાર્થીનો વાલી છે તેમ કહી વિદ્યાર્થીને વેઇટિંગ રૂમમાં બોલાવવામાં આવ્યો હતો.

શાળા સંચાલકોએ કોઈપણ તપાસ વિના વિદ્યાર્થીને વેટિંગ રૂમમાં મોકલ્યો હતો, જ્યાં આ અજાણ્યા  ઇસમે વિદ્યાર્થી પર છરી વડે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી ફરાર થઈ ગયો હતો.

વિદ્યાર્થીને ગંભીર હાલતે ખાનગી હોસ્પિટલ ખસેડાયો

વિદ્યાર્થીને ગંભીર હાલતે સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં ડોક્ટરે તેની સ્થિતિ ક્રિટિકલ હોવાનું જણાવ્યું છે.  બનાવના પગલે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે. આ હુમલાખોર કોણ હતો અને તેણે શા માટે આ વિદ્યાર્થી પર હુમલો કર્યો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. 

શું કહ્યું વિદ્યાર્થીના પિતાએ? 

ભોગ બનનાર વિદ્યાર્થી કાર્તિકના પિતા મનસુખભાઈ નાગોતરાએ જણાવ્યું કે આ ઘટનામાંશાળા સંચાલકોની બેદરકારી છે. આવી રીતે સંચાલકો કોઈ અજાણ્યા શખ્સને કેવી રીતે અંદર ઘુસવાની મંજૂરી આપી શકે? તેમણે એમ પણ કહ્યું કે તેમનો દીકરો સિરિયસ છે અને ડોક્ટરોએ 72 કલાકનો સમય ક્રિટિકલ હોવાનું જણાવ્યું છે. 

આ સમાચાર શેર કરો