મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Banaskantha: વડગામની વસંત ફેબ્રિકેટ્સ ઇન્ડસ્ટ્રીમાં ગમખ્વાર અકસ્માત, હવાના પ્રેશરથી ઢાંકણું ઉછળતા યુવકનું કરુણ મોત

વડગામ તાલુકાના છાપી ખાતે આવેલી વસંત ફેબ્રિકેટ્સ ઇન્ડસ્ટ્રી ફરી એકવાર ગંભીર દુર્ઘટનાને કારણ

Banaskantha: વડગામની વસંત ફેબ્રિકેટ્સ ઇન્ડસ્ટ્રીમાં ગમખ્વાર અકસ્માત, હવાના પ્રેશરથી ઢાંકણું ઉછળતા યુવકનું કરુણ મોત

વડગામ તાલુકાના છાપી ખાતે આવેલી વસંત ફેબ્રિકેટ્સ ઇન્ડસ્ટ્રી ફરી એકવાર ગંભીર દુર્ઘટનાને કારણે ચર્ચામાં આવી છે. ઇન્ડસ્ટ્રીના ટેસ્ટિંગ એરિયામાં કામ કરી રહેલા એક યુવકનું અકસ્માતમાં કરુણ મોત નીપજ્યું છે, જેને કારણે ફેક્ટરીની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા થયા છે.

હવાના પ્રેશરથી ફંગોળાઈ જતા મોત

મળતી માહિતી મુજબ, આ યુવક ફેક્ટરીના ટેસ્ટિંગ એરિયામાં કામ કરી રહ્યો હતો. તે સમયે હવાના પ્રેશરને કારણે અચાનક ટેન્કનું ઢાંકણ નીકળી ગયું હતું. હવાના અતિશય પ્રેશરથી આ ઢાંકણું ઉછળ્યું અને યુવકને જોરદાર ટક્કર વાગતા તે ફંગોળાઈ ગયો હતો, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ સમગ્ર ગમખ્વાર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જે અકસ્માતની ગંભીરતા દર્શાવે છે.

'વસંત ફેબ્રિકેટ્સ' કેટલા ભોગ લેશે?

સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, આ જ ફેક્ટરીમાં અગાઉ પણ ગંભીર દુર્ઘટનાઓ બની ચૂકી છે. ભૂતકાળમાં કરંટ લાગવાથી અને દિવાલ ધસી પડવાથી પણ બે લોકોના ભોગ લેવાઈ ચૂક્યા છે. આ ત્રીજી ગંભીર ઘટના બાદ હવે સવાલ ઊભો થયો છે કે ફેક્ટરીની બેદરકારી હજી કેટલા લોકોના ભોગ લેશે?

યુવકના મોતના મામલે છાપી પોલીસ મથકે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો