છોટાઉદેપુરની ઓરસંગ નદીના પટ્ટામાં કાકડી પકવતા ખેડૂતો પાયમાલ, 100 રૂપિયાને બદલે મળે છે 20નો ભાવ
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી સંખેડા પાવીજેતપુર અને છોટાઉદેપુર તાલુકાઓમાં ઓરસંગ નદીના પટ્ટામાં ખેડૂતો કાકડીન

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી સંખેડા પાવીજેતપુર અને છોટાઉદેપુર તાલુકાઓમાં ઓરસંગ નદીના પટ્ટામાં ખેડૂતો કાકડીનું વાવેતર કર્યું હતું. જ્યારે ખેડૂતોએ પણ ખેતરોમાં કાકડીનું વાવેતર મબલખ પ્રમાણમાં કર્યું હતું. કાકડીના ભાવ 100 રૂપિયા 20 કિલોના થઈ જતાં ખેડૂતોને નુકશાન થઈ રહ્યું છે. ખેડૂતોને 15 રૂપિયાથી વધારે એક કિલોનો ભાવ મળે તો તેઓને થોડો ઘણો નફો મળે તેમ છે. કાળી મજૂરી કરીને પકવેલી કાકડીના પાકના ભાવ ન મળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હતો.
આ પણ વાંચોઃ સુરતમાં સર્જાયો હિલ સ્ટેશનનો માહોલ, ભારે ધુમ્મસના કારણે વિઝિબિલીટીમાં થયો ઘટાડો
ખેડૂતોમાં નારાજગી
છોટાઉદેપુર જિલ્લામાંથી કાકડી દિલ્હી લઈ જવામાં આવી રહી છે. દિલ્હીના વેપારીઓ છોટાઉદેપુર જિલ્લામાંથી કાકડી 100 રૂપિયા 20 કિલોના ભાવે ખરીદે છે. જ્યારે કાકડી ઉગાડવા માટે ખાતર બિયારણ દવા તેમજ કાકડી તોડવાનો ખર્ચ તેમજ કાકડી બજારોમાં વેચવા લાવવાં માટે ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ લાગે છે. હાલ તો કાકડી પકવનાર ખેડૂતોને કોઈ પણ પ્રકારની બચતના થતાં ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે.
સસ્તા ભાવે માલ વેચવા મજબૂર
છોટાઉદેપુર જિલ્લામાં કોઈ પણ સરકારી કોલ્ડ સ્ટોરેજ નથી ખેડૂતોનો માલ તૈયાર થાય ત્યારે કોલ્ડ સ્ટોરેજમાં મૂકવાની વ્યવસ્થા ન હોવાથી ખેડૂતોને જે ભાવ બજારમાં મળે તે ભાવે માલ વેચી દેવા મજબૂર બનવું પડે છે. કારણ કે ખેડૂત શાકભાજી કાકડી, ટામેટા જેવા પાકો ખેતરમાંથી તોડે અને બજારોમાં ના વેચે તો બીજા દિવસે ખરાબ થઈ જાય છે. જ્યારે ખેડૂતોનો મોલ તૈયાર થાય છે, ત્યારે બજારોમાં ભાવ ઘટી જાય છે.








