Kutch news: કલેકટરે વચગાળાના સમાધાનનો આદેશ આપતા ખેડૂતોએ આંદોલન સમેટ્યું, 7 કલાક બાદ નેશનલ હાઈવે પર પુન: વાહન-વ્યવહાર શરૂ
કચ્છના વાંઢીયા ગામે અદાણી વીજલાઈન મુદ્દે ચાલતા વિવાદને લઇ ખેડૂત આંદોલને વેગ પકડ્યું છે. અદાણી

કચ્છના વાંઢીયા ગામે અદાણી વીજલાઈન મુદ્દે ચાલતા વિવાદને લઇ ખેડૂત આંદોલને વેગ પકડ્યું છે. અદાણી કંપની દ્વારા પૂરતો વળતર ન અપાતા ખેડૂતો રસ્તા પર ઉતરી ચક્કાજામ કર્યું હતું. રામદેવપીર વોંધ પાસે મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડતા ભચાઉ-સામખીયારી નેશનલ હાઇવે બંધ કરાયો હતો, જો કે સાત કલાક ચક્કાજામ કરાયા બાદ કલેકટરે વચગાળાના સમાધાનનો આદેશ કરતા ખેડૂતોએ હાલ પોતાનું આંદોલન સમેટી લીધું છે.
સાત કલાક બાદ ખેડૂતોએ હાઈવે ખુલ્લો મૂક્યો
વાઢિયાના ખેડૂતો અને કિસાન સંઘની મોટી જીત થઈ છે. સાત કલાક બંધ રહેલો સામખીયારી હાઇવે કલેકટરના વચગાળાના સમાધાન બાદ હાલમાં ખુલ્લો કરી દેવામાં આવ્યો છે. વચગાળાના નિર્ણયમાં જણાવાયું છે કે જ્યાં સુધી ખેડૂત અને અદાણી જૂથ વચ્ચે વાતચીત દ્વારા યોગ્ય વળતરનો નિકાલ ન આવે, ત્યાં સુધી વીજ થાંભલાઓનું કામ ચાલુ કરવું નહીં. આ વચગાળાના સમાધાનને પગલે ખેડૂત આગેવાનોએ હાઇવે ખુલ્લો કરવાની જાહેરાત કરી છે. ખેડૂતોની લડત સફળ થતા આ જીતને ભારતીય કિસાન સંઘે આવકારી છે.
આંદોલનને પગલે નેશનલ હાઇવે પર વાહન-વ્યવહારને અસર
ખેડૂતોએ નેશનલ હાઇવે ચક્કાજામ કર્યો હતો. અદાણી કંપની દ્વારા પૂરતો વળતર ન અપાતા ખેડૂતો રસ્તા પર ઉતર્યા હતા. રામદેવપીર વોંધ પાસે મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડતા ભચાઉ-સામખીયારી નેશનલ હાઇવે બંધ કરાયો હતો. માર્ગ પર બેસીને ખેડૂતોએ રામધૂન બોલાવી હતી. આંદોલનને પગલે નેશનલ હાઇવે પર વાહનોનો પરિવહન ખોરવાયો હતો.






