મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પાવી જેતપુરની સુખી સિંચાઈ યોજનાના ડેમના પાણી ન મળતાં ખેડૂતો દુઃખી, બે હાથ જોડી ખેડૂતોએ કરી આવી માગ

છોટાઉદેપુર જિલ્લામાં 1979ની સાલમા ખેડૂતોને સિંચાઇની પાણી મળી રહે તે માટે પાવીજેતપુર તાલુકાના ડુંગર

પાવી જેતપુરની સુખી સિંચાઈ યોજનાના ડેમના પાણી ન મળતાં ખેડૂતો દુઃખી, બે હાથ જોડી ખેડૂતોએ કરી આવી માગ

છોટાઉદેપુર જિલ્લામાં 1979ની સાલમા ખેડૂતોને સિંચાઇની પાણી મળી રહે તે માટે પાવીજેતપુર તાલુકાના ડુંગરવાંટ ખાતે સુખી સિંચાઇ યોજનાનો ડેમ બનાવવામા આવ્યો હતો.જેને લઇ ખેડૂતોને સિંચાઇનું પાણી મળી રહેતુ હતું. પરંતુ એ જ ખેડૂતો આજે એટલા માટે દુઃખી બન્યા છે કે, ખેતરો સુધી માયનોર કેનાલો દ્વારા પાણી પહોંચાડવામાં આવતું હતું. એ માયનોર કેનાલો અતિશય જર્જરિત બની ગઈ છે. કેટલીક જગ્યા એ તો ગાબડા પડી ગયા છે. તો કેટલાક સ્પાઇન તૂટી જતા પુષ્કળ પ્રમાણમાં પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. એ પાણી ખેડૂતોના ખેતરમા જતા ખેડૂતો ખેતી પણ કરી શકતા નથી. વર્ષોથી અધિકારીઓની બેદરકારીનો ભોગ ખેડૂતો બની રહ્યા છે. 

આ પણ વાંચોઃ નર્મદામાં લગ્ન-પ્રસંગમાં પનીર ખાવું પડ્યું ભારે! મહેમાનોની તબિયત લથડતા મચી ભાગદોડ

ખેડૂતોની રજૂઆત

ખેડૂતો દ્વારા કેનાલો રિપેરિંગ કરવાની રજૂઆત કરવામાં આવતા ખેડૂતોને આશ્વાશન આપવામા આવ છે કે, આ વખતે તો કેનાલોનું રિપેરિંગ કામ કરી દેવામા આવશે. જેને લઇ કેટલાક ખેડૂતો ખેતી કરવાની તૈયારી પણ કેરી દે છે. પરંતુ સમય સર રિપેરિંગ કરવામાં ન આવતા ફરી તેમના ખેતરોમાં પાણી ઘુસી જાય છે. તેમની મહેનત પર પાણી ફરી વળે છે. એક તરફ ચોમાસાની ખેતી નિષ્ફળ જાય છે અને બીજી તરફ ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેતી કરી શકતા ન હોઇ ખેડૂતો નિરાશ બન્યા છે. 

કેનાલો બિસ્માર

ખેડૂતોના ખેતર સુધી પહોચાડવામાં આવેલી કેનાલો એટલી તો બિસ્માર બની છે કે, ખેડૂતોને નિસાસા નાખવા અને રડવા સિવાય બીજો વારો નથી. આ સ્થતિ આજની નથી વર્ષોથી પાવીજેતપુરના તારાપુર સહિત અનેક ગામના લોકો ભોગ બની રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે અમારા પાસે જમીન હોવા છતાં બીજાના ખેતરમાં મજૂરી કરવા જવાનો વારો આવ્યો છે. જે ખેતરો પર ખેતી માટે લોન લીધી ઉછીના લીધા છે. તે પૈસા ભરપાઈ કરી શકાય તેવી સ્થતિ નથી.

પાણીનો વેડફાટ

આ સ્થતિ માં ખેડૂત કરે તો શું કરે ખેતરોમા ફક્ત ઉગી નીકળેલ ઘાસ જ જોવાઈ રહ્યુ છે. કેટલાક ખેડૂતોએ પોતાના ખેતરમાં ઘુંમણ સમાન પાણીમાં ઉતરી બતાવ્યું કે, આ ખેતરમાં અમે ખેતી કેમ કરીને કરી શકીએ. ચોમાસામાં નથી ખેતી કરી શકતા. પાણી ભરાતા શિયાળામાં પણ ખેતી કરવી શક્ય નથી. આજ પાણી ઉનાળા સુધી રહેતા ઉનાળુ પાક પણ ન કરી શકતા. હવે જગતનો તાત કરે તો શું કરે તેવા સવાલો કર્યા છે.

આ સમાચાર શેર કરો