સુરતમાં ધનતેરસની અનોખી રીતે ઉજવણી કરતો પરિવાર, ગાયની કરે છે વિધિવિધાનપૂર્વક પૂજા
દિવાળી તહેવાર શરૂ થઈ ગયા છે. ત્યારે હિન્દુ શાસ્ત્રોમાં દિવાળી દરમિયાન આવતા કેટલ

દિવાળી તહેવાર શરૂ થઈ ગયા છે. ત્યારે હિન્દુ શાસ્ત્રોમાં દિવાળી દરમિયાન આવતા કેટલાક મહત્વના દિવસોની ઉજવણી અલગ અલગ રીતે કરવામાં આવતી હોય છે. ધાર્મિક વિધિ વિધાન અને રીતે પૂજાઅર્ચના કરી રહ્યા છે. સુરતના પૂર્વ શહેર ભાજપ પ્રમુખ નીતિનભાઈ ભજિયાવાલા અને તેમના પરિવાર દ્વારા વર્ષોથી ગાયની પૂજા કરવામાં આવે છે. ધનતેરસના દિવસે વિધિ-વિધાનપૂર્વક પૂજાનું મહાત્મય અનુસરે છે.સાથે જ દેશ રોગમુક્ત અને ધન-ધાન્યથી સમૃદ્ધ બને તેવી કામના કરવામાં આવી હતી.
ગૌ પૂજનથી ધન્યતાનો અનુભવ
હિન્દુ શાસ્ત્રોમાં ગાયને માતા તરીકે પૂજવામાં આવે છે. વિશેષ કરીને ધનતેરસ અને મકરસંક્રાંતિના દિવસે ગૌ પૂજાનો મહાત્મય શાસ્ત્રોમાં આલેખાયું છે. માત્ર સાંસારિક મનુષ્ય જ નહીં પરંતુ ગૌની પૂજા દેવી દેવતાઓ પણ કરતા હોવાનું આપણા હિન્દુ શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે. આજના પાવન દિવસે ગૌ પૂજન કરીને પોતાની ધન્યતા લોકો અનુભવે છે. શહેરની વિવિધ ગૌશાળાઓની અંદર આજે વિશેષ આયોજન કરવામાં આવતું હોય છે.
સંસ્કૃતિ જીવંત રાખવી જોઈએ
નીતિન ભજીયાવાલાએ કહ્યું કે, અમારા પરિવારમાં વર્ષોથી ભવ્ય પૂજા કરતો આવ્યો છે. અમારા વડીલો પાસે મોટી સંખ્યામાં ગાયો પણ રહેતી હતી પરંતુ હવે સમય અને વ્યવસ્થાના અભાવે વધારે ગાયો અને રાખી શકતા નથી. પરંતુ ગૌ માતા પ્રત્યેની ભક્તિ આજે પણ ઓછી થઈ નથી. સમગ્ર દેશમાં અનેક એવા પરિવારો છે કે, આજે પણ પૂજન કરીને આપણી જે સંસ્કૃતિ છે. તેને જીવંત રાખી છે. જે દેશમાં બહુ સુરક્ષિત રહે છે. તે દેશની સુરક્ષા સ્વયં ભગવાન પણ કરતા હોય છે. હિંદુસ્તાન જેવા દેશમાં તો પૂજાને સૌથી અગ્ર સ્થાન આપવામાં આવ્યું છે. ધનતેરસના અને દિવાળીના પર્વની સૌને શુભકામના અને દરેક વ્યક્તિ ગૌ પૂજામાં પોતાની રીતે સહભાગી થાય એવી પ્રાર્થના કરું છું.








