સુરત સિવિલ હોસ્પિટલમાં મહિલા મોતથી પરિવારમાં રોષ, ગર્ભાશયની કોથળીના ઓપરેશનમાં તબીબે બેદરકારી દાખવ્યાના આક્ષેપ
સુરતની સિવિલ હોસ્પિટલ સતત વિવાદોમાં રહે છે. ત્યારે આ વખતે સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરની બેદરકારીને કારણે 30 વર્ષીય પરવીન મિર્

સુરતની સિવિલ હોસ્પિટલ સતત વિવાદોમાં રહે છે. ત્યારે આ વખતે સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરની બેદરકારીને કારણે 30 વર્ષીય પરવીન મિર્ઝા નામની યુવતીનું મોત થયાના આક્ષેપ લગાવવામાં આવ્યાં છે. ગર્ભાશયની થેલીના સારવાર માટે યુવતીને સિવિલમાં દાખલ કરાઈ હતી. સારવાર બાદ યુવતીને રજા અપાઈ હતી. ત્યારબાદ તબિયત લથડતા મોત થયું હતું.
આઈસીયુમાં રખાયા હતા
તબિયત લથડતા અન્ય હોસ્પિટલે લઈ જવાતા બેદરકારી સામે આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યાં છે. પરિવારજનોએ કહ્યું કે, સિવિલમાં ઓપરેશન દરમિયાન યુવતીના આંતરડાના ભાગે કટ લાગ્યું હતું. પરિવારની જાણ બહાર યુવતીને છેલ્લા ઘણા સમયથી આઇસીયુંમાં રખાઈ હતી. યુવતીના મોત થયા બાદ પણ પરિવારને જાણ કરાઈ ન હતી.
3 બાળકો બન્યા મા વિહોણી
મામલો ઉગ્ર બનતા અંતે સિવિલના ડોકટરોએ યુવતીનું મોત થયા હોવાનું કબુલ્યું હતું. પરવીન મિર્ઝાને પરિવારમાં ત્રણ બાળકો હતાં. પોલીસ ફરિયાદ વગર બોડી નહીં લઈ જવાની પરિવાર દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. સાથે જ મોટી સંખ્યામાં પરિવાર જનો સિવિલ હોસ્પિટલ ખાતે ભેગા થયા હતાં. મૃતકના સંબંધી નસીમ બેને કહ્યું કે, અમને ન્યાય જોઈએ છે.








