સુરતની હીરા કંપનીએ ચેક બાઉન્સના કેસ કર્યા, જેલ ભોગવી ચૂકેલા 35 પરિવારો મધ્યસ્થી માટે ગૃહમંત્રીને મળ્યા
વિશ્વાસના આધારે ચાલતા સુરતના હીરા ઉદ્યોગમાં મંદીના સમયે અનેક ઉઠમણાં થતાં હોય

વિશ્વાસના આધારે ચાલતા સુરતના હીરા ઉદ્યોગમાં મંદીના સમયે અનેક ઉઠમણાં થતાં હોય છે. ત્યારે મંદીના સમયે હીરાના નાના યુનિટ દ્વારા મોટા યુનિટ પાસે સિક્યુરિટી પેટે રાખવામાં આવેલા ચેકને લઈને કેસ કરવામાં આવ્યાં હોવાના આરોપ મૂકવામાં આવ્યાં છે. લગભગ 35 જેટલા પરિવારો ચેક બાઉન્સ કેસમાં સર્વસ્વ ગુમાવી ચૂક્યા હોવા છતાં તેમના પર ચેક બાઉન્સના કેસ થયા છે. જેથી તેઓએ કાયદાના ચક્રમાંથી બહાર નીકળવા માટે ગૃહમંત્રીને મળ્યા હતાં.
યુનિટોને ખોટ ગઈ હતી
સુરતમાં પાંચ વર્ષ પહેલાં હીરાની કંપનીએ ચેક બાઉન્સ કેસ કર્યાનો મામલે તમામ પરિવાર ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પાસે ન્યાયની માંગ લઈ પહોંચ્યા હતાં. 35થી વધુ પરિવાર ચેક બાઉન્સ કેસમાં જેલની હવા પણ ખાઈ ચૂક્યા છે. કે. પી. સંઘવી હીરાની કંપનીએ ખોટા કેસ કર્યા હોવાના પરિવારના આક્ષેપ છે. પાંચ વર્ષ પહેલાં નાના યુનિટોમા ખોટ ગઈ હોવાથી કે પી સંઘવી ચુકવણું કરાયું હતું. તેમ છતાં સિક્યુરિટી પેટે રાખવામાં આવેલા ચેક કે પી સંઘવીએ પરત આપ્યા નહોતા.
ગૃહમંત્રીએ આપી હૈયાધારણા
પંચ અને ડાયમંડ એસોસિએશનની હાજરીમાં નાના વેપારીઓએ કે પી સંઘવીને ચુકવણું કર્યું હતું. ચુકવણું કરાયું હોવા છત્તા કે પી સંઘવી કંપનીએ સિક્યુરિટીના ચેક પરત આપ્યા નહોતા. આ ચેક બેન્કમાં નાખી બાઉન્સ કરાવી તમામ સામે કેસ કર્યા હતાં. જેથી ન્યાય નહીં મળે ત્યાં સુધી પરિવાર લડત ચલાવશે. રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રત્ન કલાકારોને જણાવ્યું કે, તમારે નિરાશ થવાની જરૂર નથી. નજીકના દિવસોમાં ચોક્કસપણે આ મુદ્દે કેપી સંઘવી અને તમારા વચ્ચે બેઠક કરાવીશ અને એમાં હું પણ હાજર રહીશ. જે પણ કેસો કરવામાં આવ્યા છે, તેનું નિરાકરણ લાવવામાં આવશે.








