મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

નવસારીમાં નકલી પોલીસે બનાવ્યો કારસો, NRI મહિલાને ઠગે તે પહેલા જ ફૂટી ગયો ભાંડો

નવસારીના લુન્સીકૂઇ વિસ્તારમાં આવેલ પારસી હોસ્પિટલ સામેના રોડ પર આવેલ જયશંકર પા

નવસારીમાં નકલી પોલીસે બનાવ્યો કારસો, NRI મહિલાને ઠગે તે પહેલા જ ફૂટી ગયો ભાંડો

નવસારીના લુન્સીકૂઇ વિસ્તારમાં આવેલ પારસી હોસ્પિટલ સામેના રોડ પર આવેલ જયશંકર પાર્ટી પ્લોટની બાજુમાં આવેલ સ્થાપત્ય એપાર્ટમેન્ટ નજીક એક એનઆરઆઇ મહિલાને અટકાવી એક યુવાને પોતાની ઓળખ પોલીસ તરીકે આપી તેની પાસેથી પૈસા કઢાવવાના ઇરાદે મહિલાની પૂછપરછ કરવા માંડી હતી.

આ પણ વાંચોઃ ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ સુરતી મિજાજમાં ચગાવી પતંગ, બર્ડ રેસ્ક્યુ સેન્ટરની લીધી મુલાકાત

સ્થાનિકને શંકા ગઈ

દરમિયાન એ જ વિસ્તારમાં આવેલ અન્ય એજ એપાર્ટમેન્ટમાં રહેતો એક યુવાન ત્યાં આવી ચડતા મહિલાને અટકાવી તેની પૂછપરછ કરી રહેલા પોલીસના કપડાં પહેરેલ એક ઇસમને જોયો હતો. સ્થાનિક યુવાનને પોલીસનો વેશ ધારણ કરેલ ઇસમ પર શંકા ગઇ હતી. જેને પગલે તેણે તેની પાસે જઇ મહિલાને તેમના ઘરે જવા જણાવ્યું હતું અને ઇસમની પુછપરછ કરવા માંડતા અને તે દરમિયાન કંટ્રોલરૂમમાં ફોન કરવા જતાં પોલીસની ઓળખ આપનાર ઇસમ પોતાની યુનિકોર્ન બાઇક પર સ્થળ પરથી ભાગી છૂટ્યો હતો.જેને પગલે સ્થાનિક યુવાને બાઇક પર તેનો પીછો કરતા પોલીસ તરીકેની બનાવટી ઓળખ આપનાર ઇસમ પાછળના રસ્તે ધર્મિનનગરથી કાલીયાવાડી તરફ જઇ ત્યાંથી ગ્રીડ તરફ ન જતા આમડપોરના રસ્તે થઇ હાઇવે તરફ ભાગી છૂટ્યો હતો.

આઇ કાર્ડ માંગતા આધાર કાર્ડ બતાવ્યો

સ્થાનિક યુવાને પોલીસનો વેશ લઇને આવેલ ઇસમ પાસે તેનો આઇડી કાર્ડ માંગતા, નકલી પોલીસે ભારે આત્મવિશ્વાસપૂર્વક પોતાનો આધાર કાર્ડ કાઢીને તેને બતાવ્યો હતો. આ આધારકાર્ડ એમ.પી.નો હતો. જોકે સંભવિતપણે તેની પાસે અન્ય કોઇ ઓળખપત્ર ન હતા. જોકે સ્થાનિક યુવાનની સતર્કતાને લઇ એનઆરઆઇ મહિલાને ઠગવામાં નિષ્ફળ જનાર નકલી પોલીસ સ્થળ પરથી ભાગી છૂટતા આ સમગ્ર ઘટના અંગે નવસારી ટાઉન પોલીસ મથકને જાણ કરાઇ હતી.

આ સમાચાર શેર કરો