મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરત/ 21 વર્ષના માસ્ટમાઈન્ડે વેબસાઈટથી બનાવ્યા ખોટા સરકારી દસ્તાવેજ, આસામના વતનીના જામીન નકારાયા

સુરત ક્રાઈમ બ્રાંચ ગુનાઈત ફોર્જરી તથા આઈટી એક્ટના ભંગના ગુનામાં ઉમરા પોલીસે જેલભેગા કરેલા ૨૧ વર્ષીય આરોપી અમી

સુરત/ 21 વર્ષના માસ્ટમાઈન્ડે વેબસાઈટથી બનાવ્યા ખોટા સરકારી દસ્તાવેજ, આસામના વતનીના જામીન નકારાયા

સુરત ક્રાઈમ બ્રાંચ ગુનાઈત ફોર્જરી  તથા આઈટી એક્ટના ભંગના ગુનામાં ઉમરા પોલીસે જેલભેગા કરેલા ૨૧ વર્ષીય આરોપી અમીરૃલ હક્કખાન રૃકુનુદ્દીન(રે.ગભીરખાલા,પોસ્ટ નિલમબજાર જિ.કરીમગંજ  આસામ)નો ગઈ તા.10-2-24ના રોજ ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવી રિમાન્ડ મેળવ્યા બાદ જેલભેગો કર્યો હતો.

જે મુજબ હાલના આરોપી માસ્ટર માઈન્ડ અમીરૃલે નાસતા ફરતા સહ આરોપી સિન્ટુ સુરેશ યાદવની વિરુધ્ધમાં આર્થિક લાભ મેળવવાના ઈરાદે ફાસ્ટ પોર્ટલ ડોટ ઓનલાઈન સહિત અન્ય ત્રણ વેબસાઈ પર સુરત મહાનગર પાલિકા,ગ્રામપંચાયત ઓફીસ સીએચએસ મંગવાના કચ્છ તથા અલગ અલગ રાજ્યોના બોગસ જન્મપ્રમાણપત્ર પુરા પાડવા પોતાની વેબસાઈટ પરથી ગેરકાયદે સુવિધા પુરી પાડતો હતો.

હાલમાં જેલવાસ ભોગવતા આરોપી અમીરૃલે જામીન આપવા માંગ કરી હતી.જેના વિરોધમાં સરકારપક્ષે એપીપી તેજશ પંચોલીએ જણાવ્યું હતું કે હાલનો આરોપી ખોટા પ્રમાણપત્ર બનાવવાનો માસ્ટર માઈન્ડ છે.સહઆરોપી સિન્ટુ યાદવને હજુ પકડવાનો બાકી છે.આરોપી વિરુધ્ધ ઉમરા પોલીસમાં આ જ પ્રકારના બે ગુના નોંધાયા છે.આરોપી બાંગ્લાદેશની બોર્ડર નજીકનો વતની હોઈ જામીન આપવાથી ટ્રાયલમાં હાજર ન રહે અને નાસી ભાગી જાય તેવી સંભાવના છે.આરોપી વિરુધ્ધ ગંભીર ગુનાનો પ્રથમ દર્શનીય કેસમાં સક્રીય સંડોવણી હોઈ જામીન ન આપવા માંગ કરી હતી.

આ સમાચાર શેર કરો