મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

નકલી કસ્ટમ ઓફિસરને પાસા, સુરતમાં નોકરી અપાવવાના નામે પડાવતો રૂપિયા

સુરત સહિત સમગ્ર રાજ્યમાં નકલીની બોલબાલા ચાલી રહી છે. સંસ્થાઓની સાથે દવાખાનાઓ પણ બોગસ ઉભ

નકલી કસ્ટમ ઓફિસરને પાસા, સુરતમાં નોકરી અપાવવાના નામે પડાવતો રૂપિયા

સુરત સહિત સમગ્ર રાજ્યમાં નકલીની બોલબાલા ચાલી રહી છે. સંસ્થાઓની સાથે દવાખાનાઓ પણ બોગસ ઉભા થઈ રહ્યાં છે. ત્યારે અઠવાલાઈન્સ પોલીસ સ્ટેશન દ્વારા કસ્ટમ સિનિયર ઓફિસર તરીકેની ખોટી ઓળખ બનાવી છેતરપીંડી કરવામાં આવી હતી. જેથી  આરોપી વિરુદ્ધ અટકાયતી પગલાં લઈને પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ ચોટીલા-રાજકોટ હાઇવે પર ટ્રક-પીકઅપ વાન વચ્ચે ટક્કર, 4 મહિલાના મોત;15 ઘાયલ

રૂપિયા પડાવી લેવાયા

હિમાંશુકુમાર રમેશભાઈ રાય મૂળ બિહારનો રહેવાસી છે. હાલમાં સુરતના ઓલપાડ તાલુકાના રાધે રેસીડેન્સી વિસ્તારમાં રહેતો હતો..આરોપી પર ખોટી ઓળખના આધારે નોકરી અપાવવાના બહાને લોકો પાસેથી પૈસા પડાવી લેવાની ફરિયાદો નોંધવામાં આવી હતી.

આ કલમો લગાવાઈ

આરોપી વિરુદ્ધ કુલ ચાર ગુનાઓ નોંધાયા હતા, જેમાં અઠવાલાઈન્સ અને પુણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાઓ પણ સામેલ છે. આ ગુનાઓમાં BN.S. 2023 ની કલમ 318(4), 318(2), 204, 205, 336(2)(3), અને 340 અંતર્ગત આરોપો છે.

આ સમાચાર શેર કરો