મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad/ સુભાષબ્રિજ પર એક્સપર્ટ ટીમ દ્વારા નિરીક્ષણ: બ્રિજ તોડવા કે રિપેરિંગ અંગે જાણો ક્યારે લેવાશે નિર્ણય

અમદાવાદ શહેરના મુખ્ય માર્ગો પૈકીના એક એવા સુભાષબ્રિજની હાલત અને ભવિષ્ય અંગે નિર્ણય લેવા મ

Ahmedabad/ સુભાષબ્રિજ પર એક્સપર્ટ ટીમ દ્વારા નિરીક્ષણ: બ્રિજ તોડવા કે રિપેરિંગ અંગે જાણો ક્યારે લેવાશે નિર્ણય

અમદાવાદ શહેરના મુખ્ય માર્ગો પૈકીના એક એવા સુભાષબ્રિજની હાલત અને ભવિષ્ય અંગે નિર્ણય લેવા માટે આજે  બુધવારે એક્સપર્ટ ટીમ દ્વારા સઘન નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું છે. મહત્વનું છે કે, સુરક્ષાના કારણોસર આ બ્રિજને 25 ડિસેમ્બર સુધી લોકો માટે બંધ રાખવામાં આવ્યો છે, જેના કારણે વાહન વ્યવહારને વૈકલ્પિક માર્ગો પર વાળવામાં આવ્યો છે.

બોટ દ્વારા નદીમાં ઉતરીને નિરીક્ષણ

એક્સપર્ટ ટીમ દ્વારા બ્રિજનું નિરીક્ષણ કરવા માટે અસામાન્ય પદ્ધતિ અપનાવવામાં આવી છે. ટીમના સભ્યો બોટ દ્વારા નદીમાં ઉતરીને બ્રિજના તમામ હિસ્સાઓનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરી રહ્યા છે. ટીમ દ્વારા તમામ પિલરની મજબૂતી અને માળખાકીય અખંડિતતાની તપાસ કરવામાં આવી રહી છે.

બ્રિજના મુખ્ય ભાગો જેમ કે સ્પાન (બે પિલર વચ્ચેનો ભાગ) અને અન્ય માળખાકીય પિલરનું પણ ખાસ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ નિરીક્ષણનો મુખ્ય ઉદ્દેશ બ્રિજની વર્તમાન સ્થિતિનું ચોક્કસ મૂલ્યાંકન કરવાનો છે.

તોડવા કે ફરી રિપેરિંગ? 25 ડિસેમ્બર પછી લેવાશે નિર્ણય

એક્સપર્ટ ટીમનો રિપોર્ટ મળ્યા બાદ કોર્પોરેશન દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવશે. પ્રશાસન દ્વારા જણાવવામાં આવ્યું છે કે, નિરીક્ષણના આધારે હવે નક્કી કરવામાં આવશે કે શું સુભાષબ્રિજને જોખમી માનીને સંપૂર્ણપણે તોડી પાડવો જરૂરી છે, અથવા તો મોટાપાયે ફરીવાર રિપેરિંગ (નવીનીકરણ) કરીને તેને વાહનવ્યવહાર માટે સુરક્ષિત બનાવી શકાય છે.

આ નિર્ણય 25 ડિસેમ્બરની સમયસીમા પૂર્ણ થયા પછી લેવામાં આવે તેવી શક્યતા છે.

આ સમાચાર શેર કરો