મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

બાપ રે: દરરોજ 65 અમદાવાદીઓ બને છે હાર્ટ એટેકનો શિકાર, હૃદયની ઈમરજન્સીના કેસમાં 20 ટકાનો વધારો

છેલ્લા કેટલાક સમયથી ક્રિકેટ રમતાં, ઓફિસમાં કામ કરતી વખતે ડાન્સ કરતાં-કરતાં હાર્ટએટેક આવવાના કેસ છ

બાપ રે: દરરોજ 65 અમદાવાદીઓ બને છે હાર્ટ એટેકનો શિકાર, હૃદયની ઈમરજન્સીના કેસમાં 20 ટકાનો વધારો

છેલ્લા કેટલાક સમયથી ક્રિકેટ રમતાં, ઓફિસમાં કામ કરતી વખતે ડાન્સ કરતાં-કરતાં હાર્ટએટેક આવવાના કેસ છાસવારે સામે આવી રહ્યા છે. ગુજરાતમાં પણ છેલ્લા કેટલાક સમયથી હૃદય રોગની સમસ્યામાં વધારો જોવા મળ્યો છે. છેલ્લા 6 મહિનામાં રાજ્યમાં હૃદયને લગતી ઈમરજન્સીના 40047 કેસ નોંધાયા છે. આ સ્થિતિએ ગુજરાતમાં પ્રતિ દિવસે 223 અને પ્રતિ કલાકે સરેરાશ 9 જેટલા લોકો હૃદયને લગતી બિમારીના શિકાર બને છે.

હૃદયને લગતી ઈમરજન્સીના કેસમાં 20 ટકાનો વધારો

આ અંગે ઈમરજન્સ સેવા 108 પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર 2023ના પ્રથમ છ મહિના એટલે કે જાન્યુઆરી થી જૂન કરતાં 2024માં જાન્યુઆરી થી જૂનમાં હૃદયને લગતી ઈમરજન્સીના કેસમાં 20 ટકાનો વધારો થયો છે. હૃદયને લગતી ઈમરજન્સીના કેસ જાન્યુઆરી થી જૂન 2023માં 33936 જ્યારે જાન્યુઆરી થી જૂન 2024 માં 40047 કેસ નોંધાયા છે. આ વર્ષે મે મહિનામાં સૌથી વધુ 7175 જ્યારે એપ્રિલમાં 5907 કેસ નોંધાયેલા છે.

મહિનો

2023

2024
જાન્યુઆરી 5787

6719


ફેબ્રુઆરી 5847 6656
માર્ચ  5953 7029
એપ્રિલ 5168 5907
મે 5585 7175
જૂન 5596 6561
કુલ 33,936 40,047

અમદાવાદમાં પ્રતિ દિવસે સરેરાશ 65 લોકો હૃદયરોગના શિકાર

બીજી તરફ અમદાવાદમાં જાન્યુઆરીથી જૂન 2024 માં 11782 અને જાન્યુઆરીથી જૂન 2023માં 10150 કેસ હૃદયને લગતી ઈમરજન્સીના કેસ નોંધાયા છે. આમ અમદાવાદમાં પ્રતિ દિવસે સરેરાશ 65 લોકો હૃદયને લગતી ઈમરજન્સીના શિકાર બને છે. 

મહિનો


2023

2024

જાન્યુઆરી 1826 1936
ફેબ્રુઆરી 1770 1950
માર્ચ 1798 2050
એપ્રિલ 1458 1705
મે  1605 2149
જૂન 1693 1992
કુલ 10,150 11782

અમદાવાદની સિવિલ હોસ્પિટલની પરિસરમાં આવેલી યુ.એન. મહેતા ઈન્સ્ટિટ્યુટ ઓફ કાર્ડિયોલોજીમાં 14756 જેટલી કાર્ડિયાક પ્રોસિજર થયેલી છે. જેમાં 263માં બલૂન, 775માં ડિવાઇસ, 622માં પેસમેકર નખાયું હતું જ્યારે 3939માં સ્ટેન્ટિંગ પ્લાસ્ટિની સારવાર અને 9157ને હૃદયને લગતી વિવિધ સારવાર અપાઈ હતી.

હાર્ટ એટેકના લક્ષણો 

છાતી ભારે લાગવી, પરસેવો વળી જવો, ધબકારા વધી જવા અથવા ધબકાર સંભાળાવવા, શ્વાસ લેવામાં તકલીફ થવી, ચક્કર આવવા અથવા આંખે અંધારા આવી જવા, અશકિત લાગવી તેમજ એસીડીટી જેવુ લાગવું, પીઠદદ થવું, જડબામાં દુખવું હાથ ભારે લાગવા મુખ્ય લક્ષણો હોય છે.

આ સમાચાર શેર કરો