મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સિહોર નગરપાલિકાના પગાર કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર સસ્પેન્ડ, 8 મહિનાનો પગાર જમા કરાવવા આદેશ

ભાવનગરની સિહોર નગરપાલિકાના પગાર કૌભાંડમાં નગરપાલિકાના ચીફ ઓફિસરે મોટી કાર્યવાહી કરતા આ કૌભાંડના મુખ્ય સ

સિહોર નગરપાલિકાના પગાર કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર સસ્પેન્ડ, 8 મહિનાનો પગાર જમા કરાવવા આદેશ

ભાવનગરની સિહોર નગરપાલિકાના પગાર કૌભાંડમાં નગરપાલિકાના ચીફ ઓફિસરે મોટી કાર્યવાહી કરતા આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર કર્મચારી વોટર વર્કસ વિભાગના સુપરવાઈઝર અશ્વિનને સસ્પેન્ડ કરી દીધો છે અને તેની સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે, સાથે જ ખોટી રીતે પગાર લેનાર કર્મચારી અરૂણને 8 મહિનાનો પગાર 8 દિવસમાં નગરપાલિકામાં જમા કરાવવા રિકવરી નોટિસ ફટકારી છે. 

પોલીસે ત્રણેયની અટકાયત કરી 

નગરપાલિકાના ચીફ ઓફિસરની ફરિયાદના આધારે પોલીસે વોટર વર્કસ વિભાગના સુપરવાઈઝર અશ્વિન, જે 8 મહિનાથી સુરતમાં સ્થાયી થયો છે એ કર્મચારી અરૂણ અને અરૂણની જગ્યાએ જેને ગેરકાયદેસર રીતે કામે રાખવામાં આવ્યો હતો એ શખ્સની અટકાયત કરી છે. 

કેવી રીતે આચરવામાં આવ્યું આ પગાર કૌભાંડ? 

સિહોર નગરપાલિકાના પગાર કૌભાંડમાં ડમી કર્મચારી બતાવી 8 મહિનાથી  સરકારી નાણાની ઉચાપત કરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. 

સિહોર નગરપાલિકામાં શરૂ પગારે કર્મચારી અરૂણ સુરત સ્થાઈ થયો ગયો છે, છતાં 8  મહિનાથી તેના નામે પગાર લેવામાં આવી રહ્યો છે. વોટર વર્કસ વિભાગમાં કામ કરતો અરૂણ આઠ મહિનાથી સુરતમાં અને તેમના નામે પગાર સિહોર નગરપાલિકામાંથી અન્ય શખ્સને મળી રહ્યો હતો. 

વોટર વર્કસ વિભાગના સુપરવાઇઝર અશ્વિને   અરૂણની જગ્યાએ મળતીયાને આઠ મહિનાથી દેખાડી પાલિકાનો આઠ મહિનાનો પગાર પચાવી પાડ્યો હોવાના આક્ષેપ થયા હતા. આ સમગ્ર કાંડમાં ચોંકાવનારી વાત એ છે કે અરૂણની જગ્યાએ જેને ગેરકાયદેસર રીતે કામ પર મુકવામાં આવ્યો હતો એ તેનો ભાઈ હતો. આ સમગ્ર ઉચાપતકાંડની અરૂણ તેમજ સુપરવાઇઝર અશ્વિનને કબુલાત પણ કરી હતી. 

આ સમાચાર શેર કરો