મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Surat News: લાજપોર જેલમાં રક્ષાબંધનની ઉજવણીમાં લાગણી છલકાઈ, કીર્તિ પટેલે માનેલા ભાઈને બાંધી રાખડી

સમગ્ર ગુજરાતમાં રક્ષાબંધન પર્વની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી રહી છે, ત્યારે રાજ્યની વિવ

Surat News: લાજપોર જેલમાં રક્ષાબંધનની ઉજવણીમાં લાગણી છલકાઈ, કીર્તિ પટેલે માનેલા ભાઈને બાંધી રાખડી

સમગ્ર ગુજરાતમાં રક્ષાબંધન પર્વની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી રહી છે, ત્યારે રાજ્યની વિવિધ જેલોમાં પણ કેદી ભાઈઓ અને તેમની બહેનો વચ્ચેના પવિત્ર સંબંધને ઉજવવામાં આવ્યો. સુરતની લાજપોર જેલથી લઈને જામનગર, મહીસાગર અને અમરેલી જિલ્લા જેલોમાં પણ ભાઈ-બહેનોના મિલનથી ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.

સુરતની લાજપોર જેલમાં ભાવુક દ્રશ્યો

સુરતની લાજપોર જેલમાં વહેલી સવારથી જ બહેનો પોતાના કેદી ભાઈઓને રાખડી બાંધવા માટે રાહ જોઈ રહી હતી. બહેનોએ જ્યારે પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધી, ત્યારે ઘણા કેદીઓની આંખોમાં આંસુ આવી ગયા હતા. જે કેદીઓને બહેન નહોતી, તેમને પણ કેટલીક બહેનોએ રાખડી બાંધીને આ પર્વની ખુશીમાં સામેલ કર્યા હતા.

કીર્તિએ માનેલા ભાઈને બાંધી રાકી

કીર્તિએ બાળ ગોપાલને રાખડી બાંધ્યા બાદ તેના માનેલા ભાઈને રાખડી બાંધી બંનેએ એકબીજાના મોં મીઠું કરાવ્યું હતું. જે બાદ કીર્તિ પોતાના ભાઈને આશીર્વાદ આપવાનું ભુલી ત્યાંથી હાથ મીલાવીને ચાલતી થતાં ત્યાં હાજર પોલીસ જવાને કીર્તિ પટેલને કહ્યું, 'માથે હાથ મૂકીને આશીર્વાદ આપતા તો શીખ'. જે વાત સાંભળતા જ કીર્તિએ હસતા હસતા તેના ભાઈના માથે હાથ ફેરવી આશીર્વાદ આપી જેલમાં પરત ફરી હતી.

આ સમાચાર શેર કરો