મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Surendranagarમાં 19 બુટલેગરોના ઘરમાંથી ઝડપાઇ વીજ ચોરી, 1.30 કરોડનો દંડ ફટકારાયો

સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુધરે તે પ્રકારના પ્રયાસો પોલીસ વિભાગ દ્વારા શરૂ

સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુધરે તે પ્રકારના પ્રયાસો પોલીસ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવ્યા છે સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતો રાજકોટ અમદાવાદ નેશનલ હાઇવે દારૂ ના કટીંગ સહિતની વધુ પડતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય છે ત્યારે SMC તથા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમો દ્વારા જે દારૂના કટીંગ અને દારૂના વેચાણ ઉપર દરોડા પાડવામાં આવ્યા છે તેવા 19 જેટલા બુટલેગરોને ત્યાં પીજીવીસીએલ વિભાગને સાથે રાખી અને 40 જેટલી પોલીસ વિભાગની ટીમો દ્વારા ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

જેમાં સુરેન્દ્રનગરના નાની મોલડી જાની વડલા કાંધાસર તથા ચોટીલા ટાઉન વિસ્તાર ખાતે લિસ્ટેડ બુટલેગરોના ઘરે દરોડા પાડી અને પીજીવીસીએલ વિભાગ અને પોલીસ તંત્રની ટીમો દ્વારા ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં કુખ્યાત બુટલેગરો દ્વારા પોતાના ઘરમાં નાખવામાં આવેલા વીજ કનેક્શનનો ગેરકાયદેસર હોવાનો ધડાકો થયો હતો ત્યારે 1,30,90000 નો દંડ ફટકારવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ ડીવાયએસપી વિશાલ રબારી સહિતના અધિકારીઓ પણ ચેકિંગમાં સાથે દોડી ગયા હતા અને લિસ્ટેડ 19 જેટલા બુટલેગરોની ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે આઝાદી બાદ પ્રથમ વખત જાની વડલા ગામે પોલીસ વિભાગને સાથે રાખી અને વીજ વિભાગની ટીમોએ દરોડાની કામગીરી હાથ ધરી હતી ત્યારે ગ્રામજનોમાં પણ ફફરાટ ફેલાઈ જવા પામ્યો હતો અને કુખ્યાત બુટલેગરો છે તે પોતાના ઘરને તાળા લગાવી અને નાસી ગયા હતા તે છતાં પણ તાળા તોડી અને પોલીસ વિભાગે અને વીજ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. 

કોના ઘરમાં વીજ ગેરરીતિ ઝડપાઇ

(1) પ્રતાપભાઈ રામભાઈ બસિયા  (રહે. નાની મોલડી)

(2) ભરતભાઈ રામભાઈ બસિયા (રહે. નાની મોલડી)

(3) જયરાજભાઈ બાવકુભાઈ ધાધલ  (રહે. નાની મોલડી)

(4) દિલીપભાઈ બાવકુભાઈ ધાધલ  (રહે. નાની મોલડી)

(5) માણસીભાઈ મેરામભાઈ ખાચર  (રહે. નાની મોલડી)

(6) હરેશભાઈ દાદભાઈ ખાચર  (રહે. નાની મોલડી)

(7) ભૂપતભાઈ દાદભાઈ ખાચર (રહે. નાની મોલડી)

(8) સંજયભાઈ અનકભાઈ ખાચર  (રહે. નાની મોલડી)

(9) ભીખુભાઈ દાદભાઈ જળુ (રહે. નાની મોલડી)

(10) વિજયભાઈ જીલુભાઈ ભગત (રહે. નાની મોલડી)

(11) જયરાજભાઈ જીલુભાઈ જળુ (રહે. નાની મોલડી)

(12) ઉમેદભાઈ જેઠુરભાઈ ખાચર  (રહે. જાનીવડલા)

(13) રણુભાઈ અનકભાઈ ખાચર (રહે. જાનીવડલા)

(14) આલકુભાઈ અનકભાઈ ખાચર  (રહે. જાનીવડલા)

(15) ભીખુભાઈ પીઠુભાઈ ધાધલ  (રહે. જાનીવડલા)

(16) રવુભાઈ જેઠુરભાઈ ધાધલ (રહે. જાનીવડલા)

(17) કુલરાજભાઈ શાંતુભાઈ માલા (રહે.ચોટીલા શહેર)

(18) ઉદયભાઈ ઉમેદભાઈ ખાચર (રહે. કાંધાસર)

(19) સંજયભાઈ ભૂપતભાઈ ખાચર (રહે. કાંધાસર)

આ સમાચાર શેર કરો