Surendranagar news: સબજેલ તંત્ર આવી વિવાદોમાં, શું ક્ષમતાથી વધુ કેદીઓ ગંભીર સ્થિતિમાં ભોગવી રહ્યા છે સજા?
ગુજરાતના સુરેન્દ્રનગરમા

ગુજરાતના સુરેન્દ્રનગરમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે સુરેન્દ્રનગરની સબજેલ હાલ તંત્રની ઘોર બેદરકારીને કારણે વિવાદોમાં ઘેરાઈ છે. 1905માં નિર્મિત આ જેલમાં 125 કેદીઓની ક્ષમતા સામે અત્યારે 300થી વધુ કેદીઓ જેલમાં સજા ભોગવી રહ્યા છે. ધ્રાંગધ્રા સબજેલ બંધ થતા ત્યાંનો ભાર પણ અહીં વધ્યો છે.
જેલ અધિક્ષક, મેડિકલ ઓફિસર અને નર્સ જ નથી
ચોંકાવનારી વિગત એ છે કે, જેલમાં જેલ અધિક્ષક, મેડિકલ ઓફિસર અને નર્સ જેવા મહત્વના પદો વર્ષોથી ખાલી છે. માત્ર 21 કર્મચારીઓ 300 કેદીઓને સંભાળી રહ્યા છે.સુવિધાઓના અભાવે માનસિક તણાવમાં આવેલા 2 કેદીઓએ છેલ્લા 3 દિવસમાં આત્મહત્યાનો પ્રયાસ કરતા તંત્ર દોડતું થયું છે. જર્જરિત હાલત અને ઓવરક્રાઉડિંગને જોતા હવે તાત્કાલિક નવી જેલ બનાવવાની માંગ પ્રબળ બની છે.




