મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં પગાર ન ચૂકવાતા ઈલેક્ટ્રીક બસના ડ્રાઇવરો ઉતર્યા હડતાલ પર, મુસાફરોને હાલાકી

સુરત મહાનગરપાલિકા સંચાલિત બસ સર્વિસ કોઈના કોઈ મુદ્દે ચર્ચામાં રહેતી હોય છે. ત્યા

સુરતમાં પગાર ન ચૂકવાતા ઈલેક્ટ્રીક બસના ડ્રાઇવરો ઉતર્યા હડતાલ પર, મુસાફરોને હાલાકી

સુરત મહાનગરપાલિકા સંચાલિત બસ સર્વિસ કોઈના કોઈ મુદ્દે ચર્ચામાં રહેતી હોય છે. ત્યારે આ વખતે ઈલેક્ટ્રીક બસના ડ્રાઇવરોના કારણે બસ સેવા ચર્ચામાં આવી છે. છેલ્લા બે મહિનાથી પગાર ન ચૂકવવામાં આવતા ઈલેક્ટ્રીક બસના ડ્રાઇવર હડતાલ પર ઉતર્યા છે. જેથી મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

બે મહિનાથી પગાર ચૂકવાયો નથી

સુરત મહાનગરપાલિકા સંચાલિત ઇલેક્ટ્રીક બસના ડ્રાઇવરો ભેસ્તાન ડેપો પર હડતાલ પર ઉતર્યા છે. ભેસ્તાન ડેપોની તમામ ઇલેક્ટ્રિક બસના ડ્રાઇવર હડતાલ પર ઉતર્યા છે. છેલ્લા બે મહિનાથી પગાર ચૂકવવામાં નથી આવ્યો. જેથી પગાર ચૂકવવામાં ન આવે ત્યાં સુધી હડતાલ પર યથાવત રહેવાના પ્રણ સાથે ડ્રાઇવર કામકાજથી અળગા રહ્યા છે.જેથી ઈલેક્ટ્રિક બસના પૈડાં થભી ગયા છે.

સામાન્ય લોકોને હાલાકી

શહેરના કેટલાક લોકો ઈલેક્ટ્રીક બસમાં મુસાફરી કરી નોકરી ધંધાર્થે જતા હોય છે. ત્યારે ઈલેક્ટ્રીક બસના ડ્રાઇવરો દ્વારા પાડવામાં આવેલી હડતાલના કારણે શહેરના સામાન્ય લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ ડ્રાઇવરોએ કહ્યું કે, અમારી પગાર સહિતની માંગણીઓ પેન્ડિંગ છે. પરંતુ કોઈ ધ્યાન આપવામાં આવી રહ્યું નથી. જેથી ઘર ચલાવવું મુશ્કેલ થઈ જવાથી હડતાલ પર ઉતર્યા છીએ.

આ સમાચાર શેર કરો