મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

નવસારી-બારડોલી લોકસભા ચૂંટણીના મતદાનને આખરી ઓપ અપાયો, કમિશનરે કહ્યું, સુરક્ષા બંદોબસ્ત ચુસ્ત

આવતીકાલે લોકસભાની ચૂંટણી માટે મતદાન થનાર છે. સુરત બેઠક બિનહરિફ જાહેર થઈ છે. ત્યારે લોકસભાની નવસાર

નવસારી-બારડોલી લોકસભા ચૂંટણીના મતદાનને આખરી ઓપ અપાયો, કમિશનરે કહ્યું, સુરક્ષા બંદોબસ્ત ચુસ્ત

આવતીકાલે લોકસભાની ચૂંટણી માટે મતદાન થનાર છે. સુરત બેઠક બિનહરિફ જાહેર થઈ છે. ત્યારે લોકસભાની નવસારી-બારડોલી બેઠક માટે સુરતના વિવિધ વિસ્તારોમાં પણ મતદાન થવાનું છે. ત્યારે પોલીસ કમિશનર અને જિલ્લા કલેક્ટર દ્વારા સંયુક્ત પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા કલેક્ટરે તમામ સાહિત્ય ડિસ્પેચ થઈ ગયું હોવાનું કહ્યું હતું. જ્યારે પોલીસ કમિશનરે કહ્યું કે, સુરક્ષા બંદોબસ્ત ચાંપતો કરવામાં આવ્યો છે. જેમાં પેરા મિલિટરી ફોર્સને પણ તૈનાત રાખવામાં આવી છે.

તમામ સાહિત્ય બૂથ પર ગોઠવાયું

જિલ્લા ક્લેક્ટર પારઘીએ કહ્યું કે, નવસારી અને બારડોલી બેઠક માટે મતદાન થનાર છે. ત્યારે આ ચૂંટણીમાં મતદાન માટે અત્યારથી જ તમામ મતદાન મતકો પર સાહિત્ય પહોંચાડી દેવામાં આવ્યું છે. ઈવીએમ, વીવીપેટ સહિતનું સાહિત્ય રવાના કરી દેવામાં આવ્યું છે. આજે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આવતીકાલ સવારથી જ શાંતિપૂર્ણ અને સૌહાર્દભર્યા માહોલમાં મતદાન થાય તે પ્રકારની તમામ વ્યવસ્થા પરીપૂર્ણ કરી દેવામાં આવી છે.

ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા

સુરત પોલીસ કમિશનરે કહ્યું કે, મતદાનને લઈને પોલીસના ઉચ્ચ અધિકારીઓથી લઈને તમામ સ્ટાફ ખડા પગે છે. સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે. સાથે જ પેરામિલિટરી અને એસઆરપીની પણ મદદ લેવામાં આવી છે. આવતીકાલના મતદાનને લઈને આજથી જ મતદાન બૂથ પર તમામ સ્ટાફ ગોઠવી દેવામાં આવ્યો છે. મતદાન મથકની આસપાસ પણ કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટેની પૂરતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

નવસારી લોકસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ 4 વિધાનસભા બેઠકોના 535 મતદાન મથકો માટે પોલીસ કમિશનર, સ્પેશિયલ કમિશનર, 3 જોઈન્ટ પોલીસ કમિશનર, 11 DCP, 27 ACP, 100 PI, 260 PSI, 1600 પોલીસ સ્ટાફ, CAPFની 3 કંપની, મળી 270પોલીસ ફોર્સ, 27 જવાનોની એક SRP પ્લાટુન અને 1966 હોમગાર્ડ સહિત કુલ 4266 પોલીસ કર્મીનો સ્ટાફ મતદાનના દિવસે ફરજ બજાવશે

બારડોલી લોકસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ સુરત જિલ્લાની 5 વિધાનસભા બેઠકોમાં 1585 મતદાન મથકો માટે જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ 5 DYSP, 12 PI, 20 PSI, તેમજ અંદાજિત 1હજાર હોમગાર્ડ અને GRD, 1000પોલીસ જવાનો,CAPFની 2 કંપની સહિત 2200 જેટલા પોલીસ કર્મીઓ મતદાન દિવસે ફરજ બજાવશે

આ સમાચાર શેર કરો