મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરત ચેમ્બર ઓફ કોમર્સના મેનેજિંગ કમિટીના આજીવન સભ્યોની ચૂંટણી, નવસર્જન પેનલ પરિવર્તન માટે ઉતરી મેદાને

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ સુરતની મેનેજિંગ કમિટીની આજીવન સભ્યોની ચૂંટણી યોજવા જઈ રહી

સુરત ચેમ્બર ઓફ કોમર્સના મેનેજિંગ કમિટીના આજીવન સભ્યોની ચૂંટણી, નવસર્જન પેનલ પરિવર્તન માટે ઉતરી મેદાને

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ સુરતની મેનેજિંગ કમિટીની આજીવન સભ્યોની ચૂંટણી યોજવા જઈ રહી છે. ત્યારે આ ચૂંટણીમાં નવસર્જન પેનલના સભ્યોએ ઉમેદવારી નોંધાવી છે. આ સભ્યો દ્વારા નવસર્જન પેનલનું ચૂંટણી કાર્યાલય ઘોડદોડ રોડ ખાતે બલર હાઉસમાં ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. જેમાં સભ્યોએ કહ્યું કે, આ વખતે ચેમ્બરમાં બની બેઠેલા વર્ષો જૂના સભ્યોની જગ્યાએ તરવરાટભર્યા યુવાન સભ્યો આવે તે માટે આ લડત આદરવામાં આવી છે. જેથી ચેમ્બરમાં પ્રથમવાર આ રીતની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે.

નવા સભ્યોને તક અપાશે

નવસર્જન પેનલ વતી ઉમેદવારી કરતા મદન ભાટિયાએ કહ્યું કે, ચેમ્બરના 84 વર્ષના ઇતિહાસમાં કદાચ આ પહેલી ઘટના હશે કે, જેમાં પેનલ ટુ પેનલ ઇલેક્શન થતું હોય ત્યારે નવસર્જન પેનલ આ વખતે ચેમ્બરમાં વળી પાથરીને બેસી રહેનારા લોકો સામે લોકશાહી ઢબે લડત આપી રહી છે. ચેમ્બરમાં માત્ર 12000 સભ્યો જ અત્યાર સુધીમાં નોંધાયેલા છે. જે બતાવે છે કે હાલના હોદ્દેદારો યોગ્ય કામ કરી રહ્યા નથી. જેથી અમે નવા સભ્યો ચૂંટણી લડી રહ્યાં છીએ. કમિટીમાં નવા સભ્યોની બને તે માટે દર બે વર્ષે અમે નિવૃત્તિ જાહેર કરીને નવા સભ્યોને તક આપવા માંગીએ છીએ.

ઉદ્યોગોના પ્રશ્નોના નિવારણ કરવા પ્રયત્ન કરાશે

ધર્મેશભાઈ વેકરીયાએ કહ્યું કે, અમારો ટાર્ગેટ છે કે આવનારા બે વર્ષમાં ચેમ્બરમાં લગભગ 25000 નવા સભ્યો ઉમેરવામાં આવશે. શહેરમાં ચાલતા અલગ અલગ સેક્ટરના ઉદ્યોગોમાં તમામ ઉદ્યોગોને સરખું પ્રાધાન્ય આપી તમામ ઉદ્યોગોના પ્રશ્નોના નિવારણ માટે યોગ્ય જગ્યાએ રજૂઆત કરવામાં આવશે. નવસર્જન પેનલમાં અલગ અલગ સેક્ટરના અલગ અલગ ઇન્ડસ્ટ્રીના તમામ સમાજના તમામ પ્રાંતના લોકોનો સમાવેશ થયો છે. એટલે કે સર્વ સ્વીકૃત પેનલ છે. ચેમ્બરમાં ચાલતી વિવિધ ક્ષેત્રની કમિટીઓમાં જે તે કમિટીના એક્સપર્ટ લોકોને સ્થાન આપીશું અને એક્સપર્ટ લોકોને ચેરમેન અને વાઇસ ચેરમેન બનાવી શ્રેષ્ઠ અને તક અપાવીશું. અમારો આગ્રહ રહેશે કે, નવસર્જન પેનલના તમામ ઉમેદવારો સુરતના ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને નવસર્જન પેનલના કાર્યાલય દ્વારા હકલ કરવામાં આવે છે. તે નવસર્જન પેનલને અત્યારે જે રીતે બહોળી સંખ્યામાં પ્રતિસાદ સાંભળી રહ્યો છે અને વિજેતા થઈને તેમના માટે અમે યોગ્ય કામ કરીશું.

આ સમાચાર શેર કરો