VIDEO: ગોધરા સિવિલ હોસ્પિટલ ફરી વિવાદના ઘેરામાં, વહીવટી ચેમ્બર બન્યું વાહન પાર્કિંગ
પંચમહાલની મુખ્ય સીકીલ ગણાતી એવી ગોધરા સિવિલ હોસ્પિટલ ફરી એક વાર વિવાદમાં
પંચમહાલની મુખ્ય સીકીલ ગણાતી એવી ગોધરા સિવિલ હોસ્પિટલ ફરી એક વાર વિવાદમાં આવી છે. ગોધરા સિવિલ હોસ્પિટલના સીડીએમઓ મોના પંડ્યા દ્વારા પોતાનું વાહન આરએમઓ ઓફીસની અંદર સુધી લઈ જવાની સાથે
ચેમ્બરની અંદર જ પાર્ક કરવામાં આવતા અનેક સવાલો ઉઠ્યા છે.
સિવિલ હોસ્પિટલ ના મુખ્ય ગેટ પાસે સ્ટાફ પાર્કિંગ હોવા છતા સિવિલ ના મુખ્ય તબીબ દ્વારા પોતાની મનમાની કરી ચેમ્બર ની અંદર પોતાનું ટુ વ્હીલર વાહન પાર્ક કરવામાં આવે છે. ત્યારે એક જ સવાલ ઉઠે કે સરકારે ઓફિસ અને ચેમ્બર વાહન પાર્કિંગ માટે બનાવ્યું છે કે સિવિલ હોસ્પિટલના વહીવટી કામ માટે?
થોડાક દિવસો અગાઉ પણ ગોધરામાં સરકારી એમ્બ્યુલન્સનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો અને જેમાં પણ દર્દીને લાવા લઈ જવાની જગ્યાએ ઘરવખરીનો સામાન ભરવામાં આવ્યો હોવાનો વિડિયો સામે આવ્યા બાદ સિવિલ તંત્રમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો.
ગોધરા સિવિલ હોસ્પિટલમાં સરકારી એમ્બ્યુલન્સનો દુરુપયોગ કરાયો હોવા છતાં જવાબદાર સામે કોઈ તપાસ કાર્યવાહી કરવામાં હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી ત્યારે આ વિડીયો બાદ સિવિલ હોસ્પિટલના જવાબદાર તબીબની આ મનમાની સામે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી થશે કે કેમ તે એક મોટો સવાલ બન્યો છે.






