મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Elections / ગુજરાતના 7 IAS અધિકારીઓ દેશના અલગ-અલગ રાજ્યોમાં ચૂંટણી નિરીક્ષક તરીકેની જવાબદારી સંભાળશે

Lok Sabha Elections 2024: ગુજરાતના સાત IAS

Elections / ગુજરાતના 7 IAS અધિકારીઓ દેશના અલગ-અલગ રાજ્યોમાં ચૂંટણી નિરીક્ષક તરીકેની જવાબદારી સંભાળશે

Lok Sabha Elections 2024: ગુજરાતના સાત IAS અધિકારીની ભારત સરકારના ચૂંટણી પંચ, નવી દિલ્હી દ્વારા ચૂંટણી નિરીક્ષક તરીકે અલગ અલગ રાજ્યોમાં નિમણૂક કરવામાં આવી છે. જેથી તેમની ફરજની જગ્યા ખાલી પડી હોવાથી રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે સચિવાલયમાં અન્ય ફરજ બજાવતા અધિકારીઓને જે તે જગ્યાના વધારાના હવાલા આપ્યા છે. આ ચાર્જ વ્યવસ્થા લોકસભાની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી રહેશે. 

ઉલ્લેખનીય છે કે રાજ્યના 35થી વધુ IAS અને IPSને ચૂંટણી નિરીક્ષક તરીકે અન્ય રાજ્યોમાં ચૂંટણી ફરજ સોંપવામાં આવનાર છે.

અધિકારીનું નામ-હોદ્દો ચાર્જ વ્યવસ્થા
વિનોદ રાવ, પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ સચિવ મુકેશ કુમાર
ડો. ધવલ પટેલ, કમિશનર-ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ આરબી બારડ
ડો. ધવલ પટેલ, કમિશનર, સિવિલ એવિયેશન (ચાર્જ) અજય પ્રકાશ
વિશાલ ગુપ્તા, અધિક ગ્રામ વિકાસ કમિશનર સુજલ મયાત્રા
ગૌરાંગ મકવાણા, એમડી, ઈન્ડેક્ષ્ટ-બી ડો. પ્રશાંત જિલોવા
સંદિપ સાંગલે, ઉદ્યોગ કમિશનર, MD, GRIDE એસ છાકછૂઆક
એનકે મીના, મત્સ્યોદ્યોગ નિયામક, એમડી, GIDC કેએલ બચાણી
સુપ્રીતસિંહ ગુલાટી, CEO, D-SAG, ધોલેરા સર બંછા નિધિ પાની

આ સમાચાર શેર કરો