મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વડોદરામાં વૃદ્ધ મહિલા બની ડિજિટલ એરેસ્ટનો ભોગ, ઠગોએ 60 લાખ રૂપિયા પડાવ્યા

વડોદરામાં એક સીનિયર સીટિઝન મહિલા ડિજિટલ એરેસ્ટનો ભોગ બની છે. વૃદ્ધ મહિલાને ત્રણ દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કરીને 6

વડોદરામાં વૃદ્ધ મહિલા બની ડિજિટલ એરેસ્ટનો ભોગ, ઠગોએ 60 લાખ રૂપિયા પડાવ્યા

વડોદરામાં એક સીનિયર સીટિઝન મહિલા ડિજિટલ એરેસ્ટનો ભોગ બની છે. વૃદ્ધ મહિલાને ત્રણ દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કરીને 60.35 લાખ પડાવી લીધા હતા. આ અંગે સાયબર સેલમાં ગુનો નોંધાતા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

વડોદરામાં વૃદ્ધ મહિલા બની ડિજિટલ એરેસ્ટનો ભોગ

વડોદરાના માંજલપુર વિસ્તારમાં એક સીનિયર સીટિઝન મહિલાને ડિજિટલ એરેસ્ટ કરી 60.35 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા છે. શહેરના માંજલપુરના બ્રાઇટ સ્કૂલ નજીક રહેતા નિલાબેન ઠક્કર નામના મહિલા પર રોહન શર્મા નામના વ્યક્તિનો ફોન આવ્યો હતો. નીલાબેન એકલા માંજલપુર ખાતે રહે છે અને તેમની બે દીકરી પૈકી એક મુંબઇ જ્યારે બીજી દીકરી વિદેશમાં વસવાટ કરે છે. નીલાબેનના પતિનું કોરોનામાં નિધન થયું છે. નીલાબેનને ફોન પર 900થી 1000 કરોડના ફ્રોડ કેસમાં તમારા એકાઉન્ટમાં 7 કરોડ ઉપાડવામાં આવ્યા છે તેવી વાત કરી હતી અને બચવા માટે તમામ પુરાવા માંગ્યા હતા. 

ઠગે EDના ડિરેક્ટર વિક્રમસિંહ રાજપૂત સાથે પણ વાત કરાવી હતી અને વિક્રમસિંહ પ્રોસિક્યુટર નિરજકુમાર સાથે વાત કરાવી કોન્ફિડેન્સિયલ એગ્રીમેન્ટ કર્યો હતો. બીજા દિવસે તેમના બેન્ક એકાઉન્ટની તેમજ એફડીની માહિતી માંગવામાં આવી હતી અને બચવા માટે પુરતી રકમ ડિપોઝિટ કરવી પડશે તેમ કહ્યું હતું. તે બાદ મહિલા યુનિયન બેન્ક અને SBI બેન્કમાં ગયા હતા. જુદી જુદી વખતે 60.35 લાખ RTGSથી ટ્રાન્સફર કર્યા હતા. તે પછી પેનલ્ટી સાથે રકમ પરત ના મળતા વધુ રકમની માંગણી ચાલુ રહેતા મહિલાને શંકા ગઇ હતી. તે બાદ સાયબર સેલમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી. બેન્કમાં જઇને 30 લાખની ત્રણ FD તોડાવી મહિલાએ 27 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા.

આ પણ વાંચો: રાજકોટમાંથી નકલી પોલીસ કર્મી ઝડપાયો, મહિલાને મળવા ગયેલા યુવક પાસેથી કર્યો 40 હજારનો તોડ

મહિલાનો પુત્ર મુંબઇમાં IT કંપનીમાં કામ કરતો હોવા છતાં ઠગોએ મહિલા પાસેથી આસાનીથી રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા. ઠગોએ મહિલા પાસેથી 23 તારીખે 1.80 લાખ, 24મીએ 31.55 લાખ,25મીએ 27 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા.

આ સમાચાર શેર કરો