મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

દહેગામના વાસણા સોગઠી ગામમાં એક સાથે ઉઠી આઠ અર્થીઓ, આખું ગામ હિબકે ચઢ્યું

દહેગામ તાલુકામાં પસાર થતી મેશ્વો નદીમાં વાસણા સોગઠી ગામના 8 યુવકો ડૂબી જતા મોત થયા હતા. આ આઠ લોકોની

દહેગામના વાસણા સોગઠી ગામમાં એક સાથે ઉઠી આઠ અર્થીઓ, આખું ગામ હિબકે ચઢ્યું

દહેગામ તાલુકામાં પસાર થતી મેશ્વો નદીમાં વાસણા સોગઠી ગામના 8 યુવકો ડૂબી જતા મોત થયા હતા. આ આઠ લોકોની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. આઠ લોકોની અર્થી એક સાથે ઉઠતા આખુગામ હિબકે ચઢ્યું હતું.

તમામ યુવકો એક ગામ અને એક જ ફળીયાના હતા

દહેગામના વાસણા સોગઠી ગામમાં ગણેશ વિસર્જન દરમિયાન ગણપતિનો વરઘોડો નિકળ્યો હતો. આ વરઘોડો ગામ નજીક આવેલી મેશ્વો નદી સુધી યોજાયો હતો. વરઘોડામાં જોડાયેલા આ યુવક આગળ નીકળી પહેલા નદીમાં પડ્યા હતા અને ડુબી ગયા હતા. નદીમાં નહાવા પડેલા યુવકોમાંથી એકને ડૂબતો બચાવવા જતાં બીજા પાણીમાં ગરકાવ થયા હતા.

ઘટનાની જાણ થતાં મૃતકોના પરિવારજનો અને ગ્રામજનો દોડી આવ્યા હતા અને સ્વજનોના મૃતદેહ જોઇને પરિવારમાં આક્રંદ છવાઇ ગયો હતો. તમામ મૃતક યુવાનો એક જ ગામના અને એક જ ફળીયાના હોવાનું સામે આવ્યું છે.

PM મોદીએ પણ વ્યક્ત કર્યું દુ:ખ

દહેગામના વાસણા સોગઠી ગામના આઠ લોકોના મેશ્વો નદીમાં ડૂબી જતા મોત થતા PM મોદીએ પણ દુ:ખ વ્યક્ત કર્યું હતું. 

આ સિવાય કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, જળશક્તિ મંત્રી અને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ ઘટનાને લઇને દુ:ખ વ્યક્ત કર્યું હતું.

આ સમાચાર શેર કરો