નસવાડીમા ઈદે મિલાદ પર્વની ઉજવણી, મુસ્લિમ બિરાદરોએ યોજ્યા ભવ્ય જુલુસ
નસવાડી ખાતે આજરોજ સરકાર ફળિયા ચારરસ્તાની નુરાની મસ્જિદથી કંવાટ રોડ સુધી ઈદે મિલાદનુ જુ

નસવાડી ખાતે આજરોજ સરકાર ફળિયા ચારરસ્તાની નુરાની મસ્જિદથી કંવાટ રોડ સુધી ઈદે મિલાદનુ જુલુસ કાઢવામા આવ્યુ હતુ. ઇસ્લામ ધર્મના સ્થાપક મોહમ્મદ પયગંબર સાહેબના જન્મ દિવસની મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદે મિલાદુન્નબી તરીકે ઉજવણી કરવામા આવે છે. આજે નસવાડી સહીત સમગ્ર જિલ્લામાં જશ્ને ઇદે મીલાદુન નબી પર્વની ધામધુમ પુર્વક ઉજવણી કરવામા આવી હતી.
નારાઓ લગાવાયા
ઇદે મિલાદ પર્વને લઇને મુસ્લિમ બિરાદરોમાં અનેરો ઉત્સાહ વર્તી રહ્યો છે. નસવાડી નગરમાં મુસ્લિમ બિરાદરો એકત્ર થઈ સરકાર કી આમદ મરહબાના નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું જુલુસ નસવાડીના મેન બજારમાંથી નીકળી કવાંટ રોડ સુધી લઈ જવામા આવ્યુ હતુ. ત્યાંથી પરત જુલુસ નુરાની મસ્જિદ પર આવ્યુ હતું.
શાંતિપૂર્ણ રીતે ઉજવણી
આ જુલુસમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઠેર ઠેર ન્યાઝનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જુલુસમાં વડીલો યુવાનો અને નાના ભુલકાઓ જોડાયા હતા. જુલુસનો આનંદ માણ્યો હતો. ઇદે મિલાદનુ જુલુસ શાંતિ પૂર્ણ માહોલમાં સંપન્ન થયુ હતુ. પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યુ હતુ. તહેવારની ઉજવણી ધામધુમથી કરવામાં આવી હતી.






