સુરતમાં સોશિયલ મીડિયાના સહારે ગ્રુપ બનાવી ચાલતો ઈ-સિગારેટનો વેપલો, માફિયાઓ આ રીતે પૂરો પાડતા જથ્થો
સુરત સહિત સમગ્ર રાજ્યમાં પ્રતિબંધ છતાં ઇ-સિગારેટ અથવા વેપિંગ ડિવાઇસ અને વિદેશી સિગારેટ આસાન

સુરત સહિત સમગ્ર રાજ્યમાં પ્રતિબંધ છતાં ઇ-સિગારેટ અથવા વેપિંગ ડિવાઇસ અને વિદેશી સિગારેટ આસાનીથી મળી રહે છે. તેની ઓનલાઇન ખરીદી પણ કરી શકાય છે, પરંતુ સ્કૂલોની આજુબાજુમાં તેની ઉપલબ્ધતા ચિંતાજનક બાબત છે. પોલીસના સતત ચેકિંગ અને કાર્યવાહીને કારણે હવે આ મોતના સામાનનો ધંધો ઓનલાઈન શરૂ થઈ ગયો છે.
ધંધો ફૂલ્યો ફાલ્યો
સોશિયલ મીડિયાના ગેરફાયદામાં આ વસ્તુ નોંધી શકાય. કેમ કે, હવે નશાનો કારોબાર કરતા માફિયાઓ હવે સોશિયલ મડિયાને હથિયાર બનાવીને ધંધો શરૂ કર્યો છે. ઇન્સ્ટાગ્રામ પર પેજ બનાવીને તેના પર નિકોટીનયુક્ત ઈ-સિગારેટના ફોટો રાખી તેનું વેચાણ કરવામાં છે. આ ઈ-સિગારેટનો ભાવ 2 હજારથી લઈને 7 હજાર સુધી હોય છે. સુરત પોલીસે 2 વર્ષમાં 50 લાખથી વધુ ઈ-સિગારેટ અને વિદેશી સિગારેટ જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરી છે તે પરથી આ ધંધો કેટલો ફૂલ્યો ફાલ્યો છે તેનો અંદાજ લગાવી શકાય છે.
41 આરોપી ઝડપાયા
2024ની અંદર કુલ 28 કેસ કરવામાં આવ્યા છે. 41 આરોપીની ધરપકડ કરી છે. કુલ 50 લાખ રૂપિયાનો મુદ્દામાલ 2023-24માં પોલીસે જપ્ત કર્યો છે. જેમાં ઇ-સિગારેટ અને વિદેશી સિગારેટ સામેલ છે. માત્ર ઓનલાઈન જ નહીં પરંતુ સ્કૂલ અને શાળા નજીક પાનના ગલ્લા અને દુકાનોમાં પણ ઇ-સિગારેટ સહેલાઈથી યુવાનોને મળી જાય છે. આ માટે સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સતત સરપ્રાઈઝ ચેકિંગ પણ કરતી હોય છે








