મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં ભારે પવન સાથે વરસાદથી ઝાડ પડતા રસ્તો બંધ, રેલવે સ્ટેશન પ્લેટફોર્મની જમીન બેસી જતાં લોકોને હાલાકી

સુરતમાં છેલ્લા ત્રણેક દિવસથી વરસાદ વરસી રહ્યો છે. ધીમી ધારે તો ક્યારેક ઝાંપટા સ્વરૂપે અને

સુરતમાં ભારે પવન સાથે વરસાદથી ઝાડ પડતા રસ્તો બંધ, રેલવે સ્ટેશન પ્લેટફોર્મની જમીન બેસી જતાં લોકોને હાલાકી

સુરતમાં છેલ્લા ત્રણેક દિવસથી વરસાદ વરસી રહ્યો છે. ધીમી ધારે તો ક્યારેક ઝાંપટા સ્વરૂપે અને ક્યારેક ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. અલગ અલગ પેટર્નથી વરસાદ વરસી રહ્યો છે. જેથી ઝાડની પડવાની સાથે જમીન પોચી પડી જતાં બેસી જવાના બનાવો પણ બની રહ્યાં છે. જેથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ઝાડ પડતાં રસ્તો બંધ

વરાછાના ગીતાંજલી વિસ્તારમાં ભારે વરસાદના પગલે વર્ષો જૂનું ઝાડ ધરાસાયી થયું હતું. ભારે પવન અને વરસાદના કારણે ઝાડ પડતા રસ્તો બંધ થયો હતો. ઝાડ પડતાની સાથે એક સાઇટનો રોડ બંધ થતાં રાહદારીઓ અને વાહનચાલકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરમાં અનેક જગ્યાએ ઝાડ પડવાની ઘટના વધી રહી છે. જેથી ફાયરબ્રિગેડના કર્મચારીઓ સતત દોડતાં જોવા મળી રહ્યાં છે.

પ્લેફોર્મની જમીન બેસી ગઈ

ઉધના રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ પરની જમીન બેસી ગઈ હતી. પ્લેટફોર્મ નંબર 2 અને 3ની જમીનમાં પાણી ઉતર્યું હોવાથી બેસી ગઈ હતી. ઘટના માં કોઈ જાનહાની નહીં થઈ નથી. જો કે,પડેલા વરસાદે રેલવે તંત્રની પોલ ખોલી નાખી છે. કારણ કે, પ્લેટફોર્મ સહિત રેલવેના પાટાની નીચે ખૂબ જ કોંક્રિટ સહિતનો સામાન નાખવામાં આવે છે. જેથી આ પ્રકારની દુર્ઘટના ન સર્જાય.

આ સમાચાર શેર કરો